લોકો ને જેવા છે એવાજ સ્વીકાર્યે             લોકોને જેવા છે એવાજ સ્વીકાર્યે એ વાત આપણે ખરેખર જાણવા જેવીજ છે. ચાલી રહેલા યુગમા આપડે...

લોકો ને જેવા છે એવાજ સ્વીકાર્યે


લોકો ને જેવા છે એવાજ સ્વીકાર્યે


            લોકોને જેવા છે એવાજ સ્વીકાર્યે એ વાત આપણે ખરેખર જાણવા જેવીજ છે. ચાલી રહેલા યુગમા આપડે અમુક અમુક વાતોને યાદ રાખતા હોયે છે. થોડી થય ગયેલી ભૂલોને પણ ભૂલી નથી શકતા. ભાઈ બહેન હોય, પિતા પુત્ર હોય કે પછી પતિ પત્ની હોય. આપણા જીવન ની એ વાત કે જ્યાંથી અપડા સબંધો ની દોરી કાચી પડતી જાય છે એ વાત ને આપણે ખરેખર ભૂલતી જવી જોયે. આપણે આપડી પાસેજ ઉભેલી વ્યક્તિને ભૂલતા જાયે છીએ.

                 ખરેખર આપણા અતુટ સબંધ ને આપણે જાળવી રાખવા જોયએ. વ્યક્તિ ની ખામી જેટલીજ જોવી જરૂરી છે એટલુજ આપણે એના ગુણો પણ જોવાજ જોયે. ભાગ દોડ ભરેલા આ જીવનમા વ્યક્તિ બસ બીજાની ભુલોજ જોતો હોય છે. પોતા ની સાથે રહેલ એ વ્યક્તિ જે ખરેખર પોતાનો મિત્ર હોય કે ભાઈ પોતાનાજ હોવા છતાં પણ ભૂલ જોયને અવગણના કરતા હોય છે. તો આપણે તેનીજ ભૂલોને સુધારવાની એટલીજ જરૂર છે જેટલી આપણી ભૂલો આપણને સંભાળવી પણ નથી ગમતી.
       આવીજ બધી વાતોને લયને થોડું કહેવાનું મન થાય જાય છે,


 છે થોડી આ જિંદગી ચાલ થોડું જીવી લયીયે,
 છે થોડી તારી ભુલ, છે થોડી મારી ભૂલ,
તો ચાલ ભૂલને પણ ભૂલી જયીયે,
સબંધ સાચવ્યે આપણા,
જે છે એને એવાજ સ્વીકારી લયીયે.....
જે છે અને એવાજ સ્વીકારી લયીયે.....

0 કેમેન્ટ અહી કરો: