ખરાબ વાતાવરણ અને વધુ પડતા કામ ને લીધે લોકો પાણી પીવાનું પણ ટાળતા હોય છે. ક્યારેક ઉભા થવાની આળસ પણ આમજ જવાબદાર હોય છે. પર...

અપૂરતા પાણી પીવાથી થતી સમસ્યા

Egujarati Blog TIps


             ખરાબ વાતાવરણ અને વધુ પડતા કામ ને લીધે લોકો પાણી પીવાનું પણ ટાળતા હોય છે. ક્યારેક ઉભા થવાની આળસ પણ આમજ જવાબદાર હોય છે. પરંતુ જો તમે પણ પાણી પીવાનું ટાળો છો તો તમને પણ થય શકે છે આ સમસ્યા. 

            જે લોકો ને માથું દુખવાનો પ્રોબ્લેમ રહેતો હોય અને દવા લેવાથી પણ સારો ના થતો હોય તો એ શરીર માં પાણી ની ઉણપ દર્શાવે છે. પાણી નું સેવન જરૂરી માત્ર માં જો કરવામાં આવે તો માથું દુખાવાનો પ્રોબ્લેમ દુર થાય છે.

            જયારે તમારા પેશાબ નો રંગ જો પીળાશ પડતો હોય અથવાતો પેશાબ કરતી વખતે દુખાવો થતો હોય તો પાણી નું સેવન વધારી દેવું જોઈએ. પાણી ના સેવન વધારવાથી આ પ્રોબ્લેમ દુર થય જશે.

            પાણી નું સેવન જો ઓછી માત્ર માં કરવા માં આવે તો મો માંથી બ્રશ કરવા છતા પણ વાસ આવે છે. કેમ કે પાણી નું ઓછી માત્ર માં સેવન ના કારણે કીડની પોતાનું કામ કરી નથી શકતી.

             જયારે મોઢા ઉપર ની ચામડી સુકાઈ જવી અને હોઠ નું સુકાવું પણ પાણી ની સમસ્યાનું મોટું કારણ છે પાણી ની પુરતી માત્ર મો ઉપર ની ચામડી માં ગ્લો લાવે છે અને હોઠ ને સુકવાથી દુર રાખે છે.

જો તમને અમારી પોસ્ટ પસંદ આવતી હોય તો તમે અમારી આ પોસ્ટ ને શેર અને લાઈક કરી શકો છો.

0 કેમેન્ટ અહી કરો: