બુર્જ ખલીફા            બુર્જ ખલીફા નું નામ તો તમે સંભાળેલુજ હશે. બુર્જ ખલીફાને દુનિયાભર મા તેની ઉચાઈ ને લીધે યાદ કરવામાં આવે છે, બુર્...

દુનિયા ની ઉચી ઈમારત બુર્જ ખલીફા વિશે રોચક તથ્ય

બુર્જ ખલીફા


           બુર્જ ખલીફા નું નામ તો તમે સંભાળેલુજ હશે. બુર્જ ખલીફાને દુનિયાભર મા તેની ઉચાઈ ને લીધે યાદ કરવામાં આવે છે, બુર્જ ખલીફા ફક્ત તેની ઉચાઈજ નહિ પણ ઘણી બધી રીતે ફેમસ છે. બુર્જ ખલીફા ના નામે ૬ વલ્ડ રેકોર્ડ પણ છે.

           દુનિયાની સવથી ઉચી ઈમારત બુર્જ ખલીફા દુબઈ માં આવેલી છે.  બુર્જ ખલીફા ની ઉચાઈ ૮૨૮ મીટર એટલે કે ૨૭૧૬.૫ ફૂટ છે. એફિલ ટાવર ની સરખામણી એ બુર્જ ખલીફા ની ઉચાય ૩ ગણી છે.


            બુર્જ ખલીફા ને બનવા માટે ૧.૫ બિલિયન ડોલર નો ખર્ચો થયો હતો. આ ઇમારત માં ૧૬૩ માળ છે. જેમાં ૫૮ લીફ્ટ, ૨૦૯૫૭ પાર્કિંગ ની જગ્યા, ૩૦૪ હોટેલ, અને ૯૦૦ અપાર્ટમેન્ટ છે.

          બુર્જ ખલીફાને પેહલા બુર્જ દુબઈ ના નામે ઓળખવામાં આવતું હતું. ત્યાર પછી દુબઈ ના રાષ્ટ્રપતિ ના સન્માન માં એનું નામ બુર્જ ખલીફા રાખવામાં આવ્યું.

          બુર્જ ખલીફાના માલિક ઈમાર એ બુર્જ ખલીફા બનાવાનો પ્રસ્તાવ ૨૦૦૩માં મુક્યો હતો. જેનું કામ ૨૦૦૪ માં શુરુ કરવામાં આવ્યું. અને ૨૦૧૦ માં બુર્જ ખલીફાનું કામ પૂર્ણ થયું.

               બુર્જ ખલીફાને બનવા સમયે લગભગ ૧૨૦૦૦ મજુર એક સાથે કામે લગતા હતા. બુર્જ ખાલીફામાં એક સાથે ૩૩૦૦૦ લોકો રહી સકે એટલી વ્યવસ્થા છે. આ એટલી મોટી ઇમારત છે કે જેને ૯૫ કિલોમીટર દુરથી પણ જોઈ શકયે છીએ. એવું કેહવામાં આવે છે કે આ ઈમારત ઉપરથી એમના પાડોશી દેશ ઈરાન ને પણ જોઈ શકાય છે.

               આ વિશાળ ઇમારત માં ૯ લાખ ૮૬ લીટર પાણી ને ૧૦૦ કિલોમીટર લાંબી પાઈપ ની મદદ થી પુગાડવામાં આવે છે. બુર્જ ખલીફા માં ૭૬ માં માળે સવથી ઉચો સ્વીમીગ પુલ છે. ૧૨૨ માં માળે રેસ્ટોરેન્ટ પણ છે. દુનિયાની પેહલી ઇમારત છે જેમાં ૭૬ માં માળે સ્વીમીંગ પુલ અને ૧૨૨ માં માળે રેસ્ટોરેન્ટ છે
.
           બુર્જ ખલીફા માં લાગેલા એસી થી એક વર્ષ મા જેટલું પાણી કાઢવામાં આવે એટલા પાણી થી ઓલમ્પિક મા વપરાતા સ્વીમીંગ પુલ માં ૫ વખત પાણી ભરાય જાય છે.

              જમીન થી ૨૧૦ મીટર ની ઉચાયે થી ૨૫ મીટર પહોળાઈ નું એક હેલીપેડ પણ બનાવામાં આવ્યું છે. જેના ઉપર હેલીકોપ્ટર ઉતારવામાં આવે છે.

અમારી આ પોસ્ટ ને વાંચવા બદલ તમારો ધન્યવાદ

0 કેમેન્ટ અહી કરો: