આ 3 વસ્તુ નુ સેવન તમારી કીડની ખરાબ કરી શકે છે                 કીડની આપણા શરીર નુ બહુ મહત્વ પૂર્ણ અંગ છે. કીડની નું કામ આપણા શરીર ...

આ 3 વસ્તુ નુ સેવન તમારી કીડની ખરાબ કરી શકે છે

આ 3 વસ્તુ નુ સેવન તમારી કીડની ખરાબ કરી શકે છે


Gujarati Article
       
        કીડની આપણા શરીર નુ બહુ મહત્વ પૂર્ણ અંગ છે. કીડની નું કામ આપણા શરીર માં બિન જરૂરી વસ્તુનું પેશાબ મારફતે બહાર કાઢવાનું છે. જો ખરેખર કીડની ની સંભાળ ના લેવા માં આવે તો શરીર માં મોટે ભાગે બીમારી થાય છે. કીડની નું જો સંભાળ ના રાખવા માં આવે તો કીડની ફેલ ની પણ સમસ્યા થય શકે છે જેના થી જાન ને ખતરો થય શકે છે. ચાલો જાણીએ આવી ૩ વસ્તુ જેનું સેવન કરવાથી તમારી કીડની ને પણ અસર થાય શકે છે.

જંક ફૂડ

Junk Food

          બજાર માં મળતા મોટે ભાગે ના જંક ફૂડ માં સોડીયમ અને ફોસ્ફોરસ હોય છે જે સ્વાથ્ય માટે હાનીકારક છે. એક શોધ અનુસાર જો જંક ફૂડ દ્વારા લેવામાં આવેલું ફોસ્ફરસ કીડની માટે ખુબજ હાનીકારક છે. જેનાથી કીડની ખરાબ થવાની ખુબજ સંભાવના છે.

વધુ પડતું માંસાહાર
          માસ માં વધુ માત્ર માં પ્રોટીન હોય છે જે શરીર ને લાભ પહોચાડે છે. પરંતુ જો વધુ પડતા માસ ખાવાથી શરીર માં વધુ પડતા પ્રોટીન ને કીડની ફિલ્ટર કરી શકતી નથી જેના કારણે કીડની ખરાબ થવાની સંભાવના વધી જાય છે.

દારૂ નું સેવન
        ખરેખર દારૂ પીવોજ ના જોઈએ પરંતુ જો કોઈ પણ વ્યક્તિ વધુ પડતું દારૂ નું સેવન કરતો હોય છે તેને સાવચેત થઈ જવું જોઈએ. વધુ પડતો દારૂ કીડની ખરાબ કરી શકે છે અને દારૂ સાથે પીવામાં આવતી સિગારેટ પણ ઝેર સમાન માનવામાં આવે છે.

0 કેમેન્ટ અહી કરો: