ઝડપથી લોહી વધારવું હોય તો ખાવો આ 3 વસ્તુ              આજ કાલ અનિયમિત ખાવા પીવાથી અને કઈક ખોટી આદતો ને લીધે લોકો ના શરીર માં લોહી ની...

ઝડપથી લોહી વધારવું હોય તો ખાવો આ 3 વસ્તુ

ઝડપથી લોહી વધારવું હોય તો ખાવો આ 3 વસ્તુ


             આજ કાલ અનિયમિત ખાવા પીવાથી અને કઈક ખોટી આદતો ને લીધે લોકો ના શરીર માં લોહી ની ઉણપ સર્જાતી હોય છે. શરીર માં લોહી ની ઉણપ ને લીધે શરીર માં કમજોરી આવી જતી હોય છે. આજની પોસ્ટ માં અમે તમને એવી 3 વસ્તુ વિષે કહીશું જેને ખાવાથી શરીર ની અંદર લોહી નું પ્રમાણ જલ્દી થી વધે છે. જલ્દી થી શરીર માં લોહી વધારવા માટે આ વસ્તુ ને લગાતાર 15 દિવસ સુધી ખાવું જોઈએ. તો ચાલો જાણીએ આ 3 વસ્તુ વિષે.

અંજીર

        અંજીર નું સેવન શરીર માટે ખુબજ ફાયદાકારક હોય છે. આ ફળ ઠંડી જગ્યાએજ થાય છે. આ ફળ નું સેવન કરવાથી શરીર ની અંદર લોહી ની ઉણપ રહેતી નથી આને રાત્રે પાણીમાં પલાળી દેવાનું રહેશે અને સવારે આનું સેવન કરવું જોઈએ. લગાતાર 15 દિવસ સુધી આનું સેવન કરવાથી શરીર ની અંદર નવું લોહી બને છે અને લોહીની ઉણપ માંથી રાહત મળે છે.

બીટ

      બીટ એવું એક ફળ છે જે બધીજ જગ્યાએ સરળ રીતે મળી જાય છે. બીટ નું સેવન શરીર ની અંદર ઝડપથી લોહી બનાવે છે. નિયમિત રૂપ થી 15 દિવસ સુધી બીટ ને ખાવામાં આવે તો શરીર ની અંદર લોહી ની ઉણપ થી રાહત મળે છે અને સાથે સાથે લોહી ને જાડું બનાવે છે.

દાડમ

      દાડમ વિષે તો તમે સવ જાણતા હશો કે આ ફળ લોહી વધારમાં ખુબજ મદદ કરે છે. દાડમ ને રોજે 15 દિવસ સુધી ખાવામાં આવે તો લોહી ઉણપ માંથી રાહત મળે છે.

0 કેમેન્ટ અહી કરો: