મેજર ધ્યાનચંદ સાથે જોડાયેલા થોડાક રોચક તથ્ય 1 મેજર ધ્યાનચંદ ને ફાસ્ટ ગોલ કરવા માટે અને 3 વાર ઓલમ્પિક માંથી ગોલ્ડ મેડલ લાવવા માટે ઓળ...

હોકી જાદુગર મેજર ધ્યાનચંદ સાથે જોડાયેલા થોડાક રોચક તથ્ય

મેજર ધ્યાનચંદ સાથે જોડાયેલા થોડાક રોચક તથ્ય


1 મેજર ધ્યાનચંદ ને ફાસ્ટ ગોલ કરવા માટે અને 3 વાર ઓલમ્પિક માંથી ગોલ્ડ મેડલ લાવવા માટે ઓળખવામાં આવે છે.

2 ધ્યાનચંદ નું સાચું નામ ધ્યાન સિહ હતું પરંતુ તે રાત્રે ચંદ્રમાં ના પ્રકાશ માં પ્રેક્ટીસ કરતા હતા એટલે તેમના સાથે ખેલાડી ઓં એ તેમના નામ પાછળ ચંદ લગાડી દીધું.

3 ધ્યાનચંદ સોળ વર્ષ ની ઉમર માં “ફસ્ટ બ્રાહ્મણ રેજીમેન્ટ” માં એક સાધારણ સિપાહી ના રૂપ માં ભરતી થયા હતા પરંતુ એ ભારતીય સેના ના મેજર પદ સુધી પહોચ્યા હતા.

4 એક વખત એવું થયું કે નેધરલેન્ડ ના મેચ દરમિયાન તેમની હોકી સ્ટીક તોડી ને જોવામાં આવી એવા શક ઉપર કે તેની સ્ટીક માં ચુંબક તો નથી લાગેલું ને. પરંતુ તેમના હાથ કાઈજ ના લાગ્યું જાદુ હોકી સ્ટીક માં ન હતું પરંતુ જાદુ તેમના હાથો માં હતું.

5 એક વખત મેજર ધ્યાનચંદ એ શોટ માર્યો તો એ પોલ સાથે ટકરાયો તેણે રેફરી ને કહ્યું કે પોલ ની પહોળાઈ ઓછી છે જયારે ગોળપોસ્ટ ની પહોળાઈ માપવામાં આવી ત્યારે બધા હેરાન રહી ગયા તે ખરેખર ઓછી હતી.

6 ઓસ્ટ્રેલીયા ના મહાન ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમેન એ 1935 એડીલેન્ડ માં એક હોકી મેચ જોયા પછી કહ્યું હતું કે ધ્યાનચંદ એ રીતે ગોલ કરે છે જેમ ક્રિકેટ માં રન બનાવે છે.

7 1936 માં જર્મની ના ગોલકીપર એ ધ્યાનચંદ ને પછાડ્યા હતા જેમાં ધ્યાનચંદ નો એક દાત તુટ્યો હતો.

8 જયારે બર્લિન ઓલમ્પિક માં ભારતીય ટીમ હોકી રમી રહી હતી ત્યારે હિટલર પણ એ મેચ ને જોઈ રહ્યા હતા. હિટલર આ મેચને જોઇને ધ્યાનચંદ થી ખુબ પ્રભાવિત થયા અને તેમને મળવા પણ બોલાવ્યા.

9 મેજર ધ્યાનચંદ એ તેના કેરિયર માં 400 થી વધુ ગોલ કર્યા છે.

10 હોકી ના જાદુગર ધ્યાનચંદ ને ફૂટબોલ ના પેલે, ક્રિકેટ ના બ્રેડમેન અને બોક્સિંગ માં મહોમ્મદ અલી ના બરાબર નો દરરજો આપવા માં આવ્યો છે.

0 કેમેન્ટ અહી કરો: