ક્રિકેટર શૂન્ય ઉપર આઉટ થતા ડક કહેવા પાછળ નો ઇતિહાસ             ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈ ક્રિકેટર શૂન્ય પર આઉટ થતા એને ડક ...

ક્રિકેટર શૂન્ય ઉપર આઉટ થતા ડક કહેવા પાછળ નો ઇતિહાસ

ક્રિકેટર શૂન્ય ઉપર આઉટ થતા ડક કહેવા પાછળ નો ઇતિહાસ


            ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈ ક્રિકેટર શૂન્ય પર આઉટ થતા એને ડક કેમ કહેવામાં આવે છે. ડક શબ્દ ને જુદી જુદી પરીસ્થિત માં જુદી જુદી રીતે વાપરવામાં આવે છે.

           જો કોઈ ક્રિકેટર પહેલાજ બોલ ઉપર આઉટ થાય તો તેને ગોલ્ડન ડક કેહેવામાં આવે છે. જયારે કોઈ ક્રિકેટર બીજા, અથવા તો ત્રીજા બોલ પર આઉટ થાય તો તેને સિલ્વર અને બ્રોન્ઝ ડક કહેવામાં આવે છે. જો કોઈ પણ ક્રિકેટર કોઈ બોલ રમ્યા વગરજ આઉટ થઈ જાય તો તેને ડાયમન્ડ ડક કેહેવામાં આવે છે. જો કોઈ ક્રિકેટર ને પારી ની શરૂવાતમાજ પેહેલી બોલ ઉપર આઉટ થાય તો તેને પેલેડીયમ ડક કેહવામાં આવે છે.

           1886 માં જયારે પ્રિન્સ ઓફ વેલ્સ એક પણ બોલ રમ્યા વગર આઉટ થયા ત્યારે પહેલીવાર ડક શબ્દ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના આ આઉટ થયા ને સમાચાર માં લખ્યું કે પ્રિન્સ રીટાયર ટુ ધ રોયલ પવેલિયન ઓન એ ડક સ એગ.

          સમાચાર નું એવું કહેવું હતું કે રાજકુમાર એ એવી સખ્યા ઉપર આઉટ થયા જે બતક ના ઈંડા બરાબર હતી જે શૂન્ય હતું. ત્યાંર પછી આ શબ્દ એટલો પ્રસિદ્ધ થયો કે બધા સમાચાર માં આનો ઉપયોગ થવા લાગ્યો અને શૂન્ય ઉપર આઉટ થનાર ને ડક કેહવા લાગ્યા.

0 કેમેન્ટ અહી કરો: