આ ખેડૂત કમાય છે 70 દિવસ માં 21 લાખ રૂપિયા          એક થી એકવીસ થવા એટલે દિવસ રાત પ્રગતિ કરવી. બીજા માટે ભલે આ સપનું હોઈ પરંતુ ખે...

આ ખેડૂત કમાય છે 70 દિવસ માં 21 લાખ રૂપિયા

આ ખેડૂત કમાય છે 70 દિવસ માં 21 લાખ રૂપિયા

Khetaji Solanki


         એક થી એકવીસ થવા એટલે દિવસ રાત પ્રગતિ કરવી. બીજા માટે ભલે આ સપનું હોઈ પરંતુ ખેતાજી સોલંકી માટે આ સત્ય છે. 41 વર્ષ થી ખેતાજી સોલંકી ખેતી નું કામ કરે છે. વર્ષો થી ખેતી કરતા ખેતાજી સોલંકી ને પહેલીવાર આ ફાયદો થયો છે.

         વાત કઈક એવી છે કે 3 વર્ષ થી દિશા માં ખેતાજી સોલંકી ને બટાટા ની ખેતી માં નુકશાની કરવી પડી રહી હતી. પછી કઈક નવું કરવાનું વિચારી રહેલા ખેતાજી સોલંકી એ બટાટા ની જગ્યા પર પપેયા ના બીજ નાખ્યા.

         7 વીઘા માં પપેયા ની ખેતી આવી થઈ કે તેને નસીબ ખુલી ગયા. 70 દિવસ માં પપેયા નું ઉત્પાદન 140 ટન થયું. જેની કીમત માર્કેટ માં હતી 21 લાખ રૂપિયા. 70 દિવસ માં ખેતાજી સોલંકી બની ગયા માલામાલ.

        સિંચાઈ ની ચાલી રહેલી પદ્ધતિ ને બદલી ને ટપક સિંચાઈ પધ્ધતિ નો ઉપયોગ કર્યો. વીજળી બચવા માટે સોલાર મોટર પંપ નો ઉપયોગ કર્યો. અને ખેતાજી એ મીલ્વિંગ પદ્ધતિ થી ખેતી કરી જેમાં પ્લાસ્ટિક પાથરીને હોલ કરી ત્યાજ ખાતર નો ઉપયોગ કરવામાં આવે. જેના માટે તેણે YOUTUBE નો ઉપયોગ કર્યો.જેના માટે તેને નવી જાણકારી અને સબસીડી નો પણ ઉપયોગ કર્યો.

        ખેતાજી સોલંકી ના આ પપેયા જમ્મુ કાશ્મીર, ઉતર પ્રદેશ, રાજસ્થાન અને તામીલનાડુ જેવા રાજ્યો માં નિકાસ કરવામાં આવે છે.

       ફક્ત 7 પાસ આ ખેતાજી સોલંકી એ કિસ્મત ઉપર અફસોસ કરવા ની જગ્યા પર આધુનિક ટેકનીક ને પસંદ કરી અને ખેતી કરવાનું પસંદ કર્યું.

0 કેમેન્ટ અહી કરો: