આ બંને ભાઈ એ બેંક ની નોકરી છોડી શરુ કરી ખેતી કમાય છે એટલા રૂપિયા           આજ ના આધુનિક સમય માં લોકો ખેતી ને છોડી ને શહેર માં જઈને ...

આ બંને ભાઈ એ બેંક ની નોકરી છોડી શરુ કરી ખેતી કમાય છે એટલા રૂપિયા

આ બંને ભાઈ એ બેંક ની નોકરી છોડી શરુ કરી ખેતી કમાય છે એટલા રૂપિયા


          આજ ના આધુનિક સમય માં લોકો ખેતી ને છોડી ને શહેર માં જઈને સારી નોકરી શોધી લેઈ છે. એવાજ પુણે ના બે ભાઈઓં એ સારી એવી નોકરી છોડીને ખેતી કરવાનું નક્કી કર્યું.

        આ બંને ભાઈ ઓંએ બેંક ની સારી એવી નોકરી છોડીને શહેર ની જિંદગીને છોડીને ખેતી કરવાનું શરુ કર્યું અને માત્ર છ વર્ષ માં ખેતી ને નફા માં પરિવર્તન કર્યું. કહી દઈએ કે બંને 30 લાખ રૂપિયા સુધી કમાય છે. આ બંને ભાઈ નું નામ છે સત્યજીત અને અન્જીકીય હાંગે છે.

      અજીન્કીયા હાંગે એ કહ્યું કે બંને ભાઈ એ એમબીએ નું ભણતર પૂરું કર્યા પછી બેંક ની નોકરી જોઈન્ટ કરી હતી. બંને બેંક નોકરી દરમીયા પોતાના ગામડે ખાલી પડેલા પોતાના ખેતર ને જોવા ગયા. ફક્ત એ લોકો એવું જોવા માંગતા હતા કે પરિવારના ખેતર ક્યાં છે અને કેટલા મોટા છે. પછી એવો વિચાર આવ્યો કે આ ખેતર ને ખાલી છોડવું સારું નથી.

       આવામાજ તેમણે શેરડી તેમજ બીજા ફળો ની ખેતી શરુ કરી. થોડો સમય વીત્યા પછી બંને ને ખેતી માં મજા આવવા લાગી. ખેતી વિષે વધુ જાણકારી મેળવીયા પછી ધીમે ધીમે ખેતી ની રૂચી વધતી ગઈ.

       બેંક માં નોકરી કરતા આ બંને ભાઈ ઓં 15 દિવસ પછી બંને ગામ જતા હતા અને ઓર્ગેનિક ખેતી કરતા હતા. રજાના દિવસો માં કરેલી આ ખેતી બંને નું જુનુન બની ગયું. બંને એ 2011-12 માં પોતાની નોકરી છોડી. એમના પિતા આ કામ થી નાં ખુશ હતા કેમકે તેમના પિતા ને એવું લાગતું હતું કે ભણતર પૂર્ણ કર્યા પછી ખેતી કરવી એ મુર્ખ જેવી વાત છે. પરંતુ બંને ભાઈઓ ના અટલ નિર્ણય થી નક્કી કરી લીધું હતું કે એમને ખેતીજ કરવી હતી.

       ત્યારબાદ બંને ભાઈ ઓ એ મળીને 15 લાખ રૂપિયા નાખીને ખેતર માં ખેતી કરવાની શરુ કરી અને તેમને અલગ અલગ માર્કેટ માં વેચવાનુ શરુ કર્યું. ત્યારબાદ બંને ભાઈઓ એ કહ્યું કે પહેલા ચાર વર્ષ તેમને નુકશાની નો સામનો કરવો પડ્યો હતો. પેહલા વર્ષ માં ફક્ત 2 લાખ ના નફા પછી તેમને બીજા ત્રીજા અને ચોથા વર્ષ માં નુકશાની નો સામનો કર્યો.

       તેની ખેતી માં તે લોકો જે પાપિયા ઉગાડતા હતા તે વેચવામાં તેમને એક ટન ના ફક્ત 4000 રુપિયાજ મળતા હતા. ત્યાર બાદ તેમણે નક્કી કર્યું કે તે તેમના ફળ માર્કેટ માં નહિ વેચે તેણે 10-15 ફળો વેચનાર ને 1000કિલો સેમ્પલ ના રૂપ માં આપ્યા. ત્યારે બધાને કહ્યું કે જો કોઈ પપિયા વિષે પૂછે તો અમારો કોન્ટેકત કરાવવો. તેમને માર્કેટ માં મળી રહેલા 4 થી 5 રૂપિયા કિલો વેચાય રહેલા પપિયા 15 કિલો ફળ વેચનાર ને આપવાનું શરુ કર્યું.

        ત્યાર બાદ બંને ને મોટી કંપની સાથે જોવાનું નક્કી કર્યું. ત્યાર બાદ Star Bazaar ને સંપર્ક કરીને તેમને વેચવાનું શરુ કર્યું. ત્યાર પછી Reliance Fresh, Nature’s Basket ને પણ વેચવાનું શરુ કર્યું. આજે બંને ભાઈ સારી એવી કામની ખેતી માંથી કરી રહ્યા છે અને બીજા ખેડૂતો ને પણ સલાહ આપે છે.

0 કેમેન્ટ અહી કરો: