ઠંડી માં બાળકોને સ્નાન કરાવતા પહેલા રાખો આ ધ્યાન                જો તમે પણ બાળક ને ઠંડી માં પહેલી વખત નવડાવતા હોવ તો તમારે પણ ઘણી બધી...

ઠંડી માં બાળકોને સ્નાન કરાવતા પહેલા રાખો આ ધ્યાન

ઠંડી માં બાળકોને સ્નાન કરાવતા પહેલા રાખો આ ધ્યાન


               જો તમે પણ બાળક ને ઠંડી માં પહેલી વખત નવડાવતા હોવ તો તમારે પણ ઘણી બધી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. પહેલી વખાણ સ્નાન કરાવવા માટે થોડી મુશ્કેલી ઓ પણ પડે છે. જેના માટે આપને કોઈ વૃદ્ધ ને સ્નાન માટે કહીએ છીએ. ઠંડી માં બાળક ને સ્નાન માટે ઘણી ઇન્ફેકશ ની સંભાવના વધી જાય છે. 

              ઠંડી માં બાળક ને સ્નાન કરાવવા થી બાળક ને ઠંડી પણ લાગી શકે છે જેના કારણે ઘણા પેરેન્ટ આવું વિચારતા હોઈ છે કે બાળક ને સ્નાન કરાવવું કે નહિ. તો ચાલો આપણે જાણીએ કે બાળક ને સ્નાન કરાવવા માટે યાદ રાખવા જેવી જરૂરી વાતો.

 
અઠવાડિયા માં 2 અથવા 3 વાર નવડાવો

               વધુ લોકો એવું વિચારતા હોય છે કે બાળકોને ઠંડી માં સ્નાન કરવાવું જોઈએ કે નહિ પરંતુ આવું ના કરવું જોઈએ. બાળકોને ઠંડી માં 2 અથવા તો 3 વખત સ્નાન કરાવી શકો છો. અથવાતો બાળકોને પાણી થી સાફ પણ કરી શકો છો. 

                યાદ રાખો કે પાણી હમેશા નોર્મલ ગરમ રાખો નહીતર બાળક ની ચામડી ને નુકશાન પણ પહોચી શકે છે. સ્નાન બાદ સફાઈ માટે બેબી વાઈપ્સ અઠવાતો ચોખ્ખું કોટન નું કપડું પણ વાપરી શકો છો.

નોર્મલ ગરમ પાણી નો વાપરશ કરો

             બાળક ને નવડાવતા પહેલા વધુ ગરમ પાણી ના વાપરવું જોઈએ. જાજુ ગરમ પાણી બાળક ની ચામડી ને નુકશાન પહોચાડી શકે છે.

કેમિકલ વળી વસ્તુ થી બચવું જોઈએ

               બાળક ની ત્વચા ખુબજ નરમ હોઈ છે. સ્નાન કર્યા પછી બાળક ની ત્વચાને મોસ્ચુરાઈજ રાખવા માટે જરૂરી નથી કે તમે કેમિકલ યુક્ત વસ્તુ વાપરો પરંતુ તમે ઓલીવ તેલ અને નાળીયેર તેલ થી પણ માલીશ કરી શકો છો.

બધીજ તૈયારી પહેલે થી કરો

                બાળક ને સ્નાન કરાવતા પહેલા બધીજ તૈયારી કરી લેવી જોઈએ. અને બાળક ને 5 મિનીટ થી વધુ ના નવડાવું જોઈએ એનો મતલબ એ નથી કે તમે ઉતાવળ કરો. બાળક ને નવડાવ્યા પછી બાળક ને રૂમાલ માં 1થી 2 મિનીટ સુધી વીટાળીને રાખવો જોઈએ.

કોટન ના કપડા

                સ્નાન કર્યા પછી સવથી પહેલા બાળક ને કોટન ના કપડા પહેરાવવા જોઈએ ત્યાર બાદ તમે બીજા કપડા પહેરાવી શકો છો. આવું ના કરવાથી બાળક ને ખજવાળ પણ આવી શકે છે.

તેલ માલીશ

            સ્નાન કરાવતા પહેલા બાળક ને તેલ થી માલીશ કરો જેના માટે તમે ઓલીવ તેલ નો અથવા તો કોઈ પણ સારા તેલ નો ઉપયોગ કરી શકો છો. તેલ માલીશ બાળક ને સ્નાન પછી રાહત આપે છે અને બાળક ને થાક થી દુર રાખે છે અને પુરતી ઊંઘ આપવામાં મદદ કરે છે.

જો તમે બાળક ને રોજે સ્નાન ના કરાવતા હોવ તો રોજે કપડા બદલવાનું જરૂરથી રાખવું જોઈએ જેનાથી બાળક ને ઇન્ફેકશન થી દુર રાખી શકાય છે.

0 કેમેન્ટ અહી કરો: