જીવન માં સફળ બનવા માટે તુલસીદાસ ની આ વાતો જરૂર યાદ રાખવી જોઈએ         શું તમને ખબર છે બધાજ વ્યક્તિ પોતાના જીવન ને ખુશનુમા બનવા માંગ...

જીવન માં સફળ બનવા માટે તુલસીદાસ ની આ વાતો જરૂર યાદ રાખવી જોઈએ

જીવન માં સફળ બનવા માટે તુલસીદાસ ની આ વાતો જરૂર યાદ રાખવી જોઈએ


        શું તમને ખબર છે બધાજ વ્યક્તિ પોતાના જીવન ને ખુશનુમા બનવા માંગે છે સાથે સાથે સફળતા પણ મેળવવા માંગે છે. તુલસીદાસજીએ દોહા ના માધ્યમ થી થોડી એવી વાત કહેલી છે કે જીવન માં ખુશી અને સફળતા મેળવવા માટે કઈ વાત નું ધ્યાન રાખવું જોઈએ.

1 તુલસીદાસજી એ કહેલું છે કે જે રીતે એક નાવડી નદી સાથે તાલમેલ કરીને એક નદી પાર કરી જતી હોઈ છે એજ રીતે માણસ એ પણ મીઠું બોલીને અને હસીને જીવન માં બધુજ સુખ મળી જાય છે.

2 જે ઘરે જવાથી ત્યાના વ્યક્તિ જો પ્રસન્ન નથી થતા અને એ ઘરમાંથી તમને આદર સત્કાર નથી મળતો એ ઘરમાં જવાનું ટાળવું જોઈએ.

3 તુલસીદાસજી એ એવું પણ કીધેલુ છે કે માણસ ના ખરાબ સમય માં આ વસ્તુજ ખરેખર તેનો સાથ આપે છે – જ્ઞાન, વિનમ્ર વ્યવહાર, વિવેક, સાહસ અને સારા કર્મ.

4 એણે કહ્યું કે કામ ની ભાવના ગુસ્સા, અહંકાર તથા લાલચ થી ભરેલો વ્યક્તિ ગમે તેટલો બુદ્ધિમાંન કેમ ના હોઈ તે હમેશા મુર્ખજ હોઈ છે.

5 જે વ્યક્તિ મોટા ની વાતું અને ગુરુ ની વાત ને માનતા નથી તે વ્યક્તિ નું જીવન હમેશા દુઃખ થી ભરેલુજ હોઈ છે.

6 સમય માણસ ને મજબુત અને કમજોર બનાવે છે એટલા માટે પોતાનું બળ સમજીને ઘમંડ ના કરવો જોઈએ.

7 આ સંસાર ભગવાને બનાવેલું છે એટલા માટે દુખ સુખ ની ચિંતા કાર્ય વગર માણસ એ પોતાનું કામ કરતુ રહેવું જોઈએ.

0 કેમેન્ટ અહી કરો: