સર્વ પ્રથમ ગણેશજી ની પુજા શા માટે કરવા માં આવે છે               હિંદુ ધર્મ માં કોઈ પણ શુભ કાર્ય ની શુરુવાત માં ગણેશજી ની પૂજા કરવ...

સર્વ પ્રથમ ગણેશજી ની પુજા શા માટે કરવા માં આવે છે

સર્વ પ્રથમ ગણેશજી ની પુજા શા માટે કરવા માં આવે છે


              હિંદુ ધર્મ માં કોઈ પણ શુભ કાર્ય ની શુરુવાત માં ગણેશજી ની પૂજા કરવામાં આવે છે કેમ કે ગણેશજીને વિધ્ન હરતા ના સ્વામી માનવામાં આવે છે. ગણેશજી ના સ્મરણ, ધ્યાન, જપ અને પૂજા થી કાર્ય ની પુરતી થાય છે અને વિધ્નો વિનાશ થાય છે. ગણેશજી તરત પ્રસન્ન થઈ જતા બુદ્ધિ ના અધિષ્ઠાતા છે.

            ગણેશજી વિદ્યા ના દેવતા છે. સાધના માં બધીજ વસ્તુ જેવી કે સારું-ખરાબ, કર્તવ્ય-અકર્તવ્ય ની ઓળખાણ થઈ જાય તે માટે શુભ કાર્ય માં ગણેશજી ની પૂજા કરવા માં આવે છે.

ગણેશજી ની સર્વ પ્રથમ પૂજા કેમ કરવામાં આવે છે ચાલો જાણીએ


         એકવાર બધાજ દેવતાઓ વચ્ચે એ વિવાદ સર્જાયો કે ધરતી ઉપર કયા દેવતા ની પૂજા સવથી પહેલા કરવામાં આવે. બધાજ દેવતાઓ પોતાનેજ બધાથી સર્વ શ્રેષ્ઠ માનવા લાગ્યા. ત્યારેજ નારદ એ બધાજ દેવતાને ભગવાન શંકર ના ચરણો માં આ પ્રશ્ન ના ઉતર માટે જવાનું કહ્યું.

       જયારે બધાજ દેવતાઓ ભગવાન શિવ પાસે પહોચ્યા ત્યારે બધાના ઝઘડા ને જોઈ ને આને સુલાજવાનું નક્કી કર્યું. તેને એક હરીફાઈ નું આયોજન કર્યું. ત્યારે ભગવાન શિવ એ કહ્યું કે બધા પોત પોતાનું વાહન લઈને આખા બ્રમાંડ ની પ્રદક્ષિણા કરે. આ હરીફાય માં જે બ્રહ્માંડ ની પ્રદક્ષિણા કરીને પહેલું આવશે તે પૂજનીય માનવામાં આવશે.

       બધાજ દેવતાઓ પોત પોતાના વાહનો લઈને પરિક્રમા કરવા નીકળી પડ્યા. ગણેશજી પણ આ હરીફાઈ માં હતા. પરંતુ ગણેશજી પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરીને તેમની સામે હાથ જોડીને ઉભા રહ્યા. જયારે બધાજ પ્રદક્ષિણા કરીને પાછા ફર્યા ત્યાં ભગવાન શિવ એ ગણેશજીને આ હરીફાઈ ના વિજેતા કહી દીધા હતા. ત્યારે બધાજ દેવતાઓ આ નિર્ણય સંભાળીને આચર્ય માં હતા અને બધાએ આ નિર્ણય નું કારણ પૂછ્યું.

      ત્યારે ભગવાન શિવ એ કહ્યું કે માતા પિતાને આંખા બ્રમાંડ તેમજ બધાજ લોક માં સર્વોચ્ચ સ્થાન આપ્યું છે, જે બધાજ દેવતા તેમજ આખી સૃષ્ટી માં ઉચ્ચ માનવામાં આવ્યા છે. ત્યારેજ બધાજ દેવતાઓ આ નિર્ણય થી સહમત થયા. ત્યારે ગણેશજી ને સર્વ પ્રથમ પૂજનીય માનવામાં આવ્યા.

     આજ કારણ છે કે ભગવાન ગણેશ ને તેની તેજ બુદ્ધિ ના પ્રયોગ ને કારણે દેવતાઓ માં સવથી પહેલા પૂજનીય માનવામાં આવે છે. ત્યાર થી અત્યાર સુધી માં બધાજ શુભ કર્યો માં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશજી ની પૂજા બધાજ દુખો ને દુર કરે છે અને ખુશહાલી આપે છે.

0 કેમેન્ટ અહી કરો: