મેથી હોય છે ફાયદા કારક જાણો              જેમ ઠંડી ની ઋતુ શુર થતા ની સાથેજ લીલી શાકભાજી ની શરૂવાત થઈ જાય છે જેવા કે મેથી, પાલક. ઠંડી...

મેથી હોય છે ફાયદા કારક જાણો

મેથી હોય છે ફાયદા કારક જાણો


             જેમ ઠંડી ની ઋતુ શુર થતા ની સાથેજ લીલી શાકભાજી ની શરૂવાત થઈ જાય છે જેવા કે મેથી, પાલક. ઠંડી માં આ વસ્તુ નું સેવન કરવાથી શરીર ને ખુબજ પ્રમાણ માં ફાયદો થાય છે. આના નિયમિત સેવન થી ખુબસુરતી માં ઘણો ફરક પડે છે. મેથી માં ઘણા પ્રકાર ના સોંદર્ય વર્ધક ગુણ છે અને ચામડી સબંધિત ઘણી સમસ્યા દુર થાય છે. ઠંડી માં આનું સેવન કરવાથી ચામડી માં નીખાર આવે છે. સોડીયમ, ઓટાસીયમ, કાર્બોહાઈડ્રેટ, ફાયબર, પ્રોટીન, વિટામીન એ, વિટામીન સી, કેલ્સિયમ, આયરન, વિટામીન બી 6 જેવા મેથી માંથી મળી રહે છે.

             મેથી ના દાણા નો ઉપયોગ ઘણા પ્રકાર ની દવા બનાવવા માટે થાય છે. જો આપણે વાત કર્યે મેથી ના પ્રયોગ નો તો રસોય ઘરમાં સ્વાથ્ય માટે ઉપયોગ કરવામાં આવે છે.

             સ્વાસ્થ્ય ને લગતી અને સોંદર્ય ને લગતી ઘણી બીમારી માટે મેથી નો ઉપયોગ કરવામાં આવે છે.

             મેથી ના દાણા શરીર માં મરી ગયેલા કોષો ને બહાર કરવાનું પણ કામ કરે છે તેમજ ચહેરા પર રહેતી ખીલ ની સમસ્યા થી પણ રાહત મળે છે.

              ચહેરા ની સમસ્યા રહેતી હોઈ તો મેથી ના દાણા ને પીસી ને તેમાં મધ મેળવીને રાત્રે ચહેરા પર લગાવીને સવારે ચોખ્ખા પાણી થી ધોઈ નાખવાથી ચહેરા ને લગતી સમસ્યા દુર થાય છે.

              સાંધા ને લગતી બીમારી રહેતી હોય તો મેથી ના દાણા ખાવાથી ખુબજ લાભ મળે છે. મેથી ને પીસી ને લાડવા બનાવીને ખાવાથી શરીર માં રહેલી જકડન અને સાંધા ના દુખાવાથી રાહત મળે છે.

મેથી માં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ચામડી માં ગ્લો લાવવા માં મદદ કરે છે.

0 કેમેન્ટ અહી કરો: