દહીં અને ખાંડ નું ખાવું જાણો આજે આના પાછળ નું રાજ             તમે સાંભળ્યું હશે પરીક્ષા, ઈન્ટરવ્યું અથવા તો મીટીંગ જેવા જરૂરી કામ મ...

દહીં અને ખાંડ નું ખાવું જાણો આજે આના પાછળ નું રાજ

દહીં અને ખાંડ નું ખાવું જાણો આજે આના પાછળ નું રાજ


            તમે સાંભળ્યું હશે પરીક્ષા, ઈન્ટરવ્યું અથવા તો મીટીંગ જેવા જરૂરી કામ માટે વ્યક્તિ જયારે ઘરની બહાર નીકળે છે ત્યારે તેને દહીં અને ખાંડ ખવડાવવા માં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ શુભ હોય છે આવું કરવાથી કહેવામાં આવે છે કે તે વ્યક્તિ જે કામ માટે જાય છે તેમાં સફળ થવાની સંભાવના વધી જાય છે.

           ખરેખર આવું કરવા પાછળ શુભ, અશુભ અને શગુન થી વધુ સાઈન્ટીફિક કારણ કામ કરે છે. આવા બધાજ કામ જેમા મગજ નો ઉપયોગ વધુ કરવામાં આવે છે જેને કરતા સમય મગજ શાંત અને શરીર માં એનર્જી અને ઠંડક રહે.

         દહીં આપણા શરીર માટે એક નેચરલ કુલીંગ નું કામ કરે છે અને ખાંડ માં રહેલ ગ્લૂકોજ શરીર ને તરત એનર્જી આપે છે. દિવસ દરમિયાન દહીં અને ખાંડ ખાવામાં આવે તો શરીર અને મગજ ના તાપમાન ને સમતલીત રાખી શકાય છે જેના લીધે કામ દરમિયાન કોકસ વધે છે અને વસ્તુ ને યાદ રાખવાની ક્ષમતા વધે છે. આ એ કારણ છે જેને જુના લોકો સારા કામ માટે દહીં અને ખાંડ ખાવાની સલાહ આપતા હતા.

0 કેમેન્ટ અહી કરો: