કાળા હોઠ ને દુર કરવા કરો આ ઘરેલું ઉપચાર        ઘણા લોકો પોતાના હોઠ ને મુલાયમ તેમેજ ગુલાબી બનાવવા માંગતા હોય છે. પરંતુ વધતું જતું પ્...

કાળા હોઠ ને દુર કરવા કરો આ ઘરેલું ઉપચાર

કાળા હોઠ ને દુર કરવા કરો આ ઘરેલું ઉપચાર


       ઘણા લોકો પોતાના હોઠ ને મુલાયમ તેમેજ ગુલાબી બનાવવા માંગતા હોય છે. પરંતુ વધતું જતું પ્રદુષણ તેમજ ધૂળ અને માટી ને કારણે ધીમે ધીમે હોઠો નું સુકાવું આમ થતું થઈ રહ્યું છે.

       હોઠો નું સુકાયેલું રહેવું ધીરે ધીરે હોઠો ને કાળા બનાવી દેઈ છે. કાળા હોઠ ચહેરા ની ખુબસુરતી પર ખુબજ અસર કરે છે. એટલા માટે આપણે આજે વાત કરીશું ઘરેલું ઉપચાર થી હોઠો ને મુલાયમ તેમેજ ગુલાબી કઈ રીતે બનાવી શકાય છે
.
1 ગુલાબ માં ખાસ પ્રકાર ના ઔષધી ગુણ હોય છે. ગુલાબ માં આવેલા ગુણ હોઠો ને રાહત આપવા, ઠંડક આપવા તેમજ મોસ્ચુરાઈજ કરવા નું કામ કરે છે. ગુલાબ ની પાંખડી હોઠ ના કાળા પન ને દુર કરે છે અને તેને ગુલાબી બનાવે છે. ગુલાબ જળ ના થોડા ટીપા ને મધ સાથે ભેળવીને હોઠ ઉપર લાગવાથી ફાયદો થાય છે.

2 મધ ચામડી ને પોષણ આપવાનું કામ કરે છે. હોઠ ઉપર નમી વધારવા માટે તમે મધ નો ઉપયોગ કરી શકો છો. મધ માં અડધી ચમચી લીંબુ ના ટીપા ને નાખીને હોઠ ઉપર લગાવવા થી હોઠ ને ગુલાબી કરી શકો છો.

3 સુકાયેલા હોઠ ઉપર દૂધ ની માલાઈ થોડી હળદર સાથે ભેળવીને હોઠ ઉપર લગાવીને માલીશ કરવા થી હોઠ ગુલાબી અને મુલાયમ થાય છે.

4 એક વાસણ માં સ્ટ્રોબેરી ને સરખી રીતે પીસીને ઓલીવ ઓઈલ અને એક ચમચી મધ નાખી ને સરખી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ને હોઠ ઉપર પેસ્ટ રીતે લગાવો. થોડી વાર પછી સુકાઈ ગયા પછી ચોખ્ખા પાણી થી સાફ કરી નાખો. આ પદ્ધતિ કાળા હોઠ ને દુર કરીને ગુલાબી બનાવે છે.

0 કેમેન્ટ અહી કરો: