એક શિવ મંદિર જેની સેવા કરે છે એક દેડકો કારણ જાણી ને રહી જશો હેરાન            ભારત નહિ પરંતુ દુનિયામાં ઘણા મંદિર છે જેમાં ઘણી ...

એક શિવ મંદિર જેની સેવા કરે છે એક દેડકો કારણ જાણી ને રહી જશો હેરાન

એક શિવ મંદિર જેની સેવા કરે છે એક દેડકો કારણ જાણી ને રહી જશો હેરાન           ભારત નહિ પરંતુ દુનિયામાં ઘણા મંદિર છે જેમાં ઘણી ચમત્કાર ની વાતો કહેવામાં આવે છે. આમાંથીજ એક મંદિર છે દેડકા મંદિર. આ મંદિર ઉતરપ્રદેશ માં લખીમપુર જીલ્લા માં આવેલું છે. આ બધામાં અસ્ચાર્ય ની વાત એ છે કે આ મંદિર ની સુરક્ષા એક દેડકો કરે છે. આ મંદિર ભગવાન શિવ નું મંદિર છે.

mendak temple

          આ શિવ ના મંદિર ને દેડકા દ્વારા રક્ષા કરવામાં આવે છે એટલા માટે આ મંદિર ને દેડકા મંદિર (મેંડક મંદિર) કહેવામાં આવે છે. 11 મી સદી થી આ મંદિર ની રક્ષા ની જિમ્મેદારી ચાહમાન શાશકો ની હતી. કહી દયે કે આ મંદિર નું નિર્માણ મડુક યંત્ર ના આધાર ઉપર કરવા આવ્યું હતું. જેનું નિર્માણ ચાહમાન વંશ ના રાજા બક્ષ સિહ એ કારવ્યું હતું. એને તંત્ર વિદ્યા ના આધાર ઉપર બનાવામાં આવ્યું હતું.
         પોરાણિક માન્યતા ના આધાર પર આ મંદિર માં ભગવાન શિવ એક વરસાદી દેડકા ની પીઠ ઉપર બિરાજમાન છે અને દેડકો તેની રક્ષા કરે છે. કહી દઈએ કે ભારત માં એક માત્ર મંદિર છે જેમાં ભગવાન શિવ ની રક્ષા એક દેડકો કરે છે. આચાર્ય ની માનવામાં આવે તો અહી જો સાચા મન થી જો પ્રાથના કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર ના ચમત્કાર ના કિસ્સા ખુબજ પ્રખ્યાત છે એટલા માટે આ મંદિર માં દિવાળી ઉપર વિશેષ પૂજા કરવામાં આવે છે.


       આ મંદિર વિષે એવી વાતું કરવમાં આવે છે કે આ મંદિર માં શિવલિંગ દિવસ માં ઘણીવાર પોતાનો રંગ બદલે છે. આ શિવલિંગ ને નર્મદેશ્વર મહાદેવ ના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ને બનાવવા માટે સંગેમરમર નો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ મદિર માં નંદી ઉભેલી અવસ્થામાં છે.

           આ મંદિર નું નિર્માણ તંત્ર શાસ્ત્ર ના આધાર ઉપર તૈયાર કરવા માં આવ્યું છે એટલે એમનું છત્ર એમના આધારે તૈયાર કરવામાં આવેલ છે. એકાંત માં હોવાના કારણે અહી ઘણી સાધના નું મહત્વ છે.

0 કેમેન્ટ અહી કરો: