સુરજ આથમતા સમયે નખ ના કાપવા જોઈએ વાંચો હકીકત           વૃદ્ધ અને જુના લોકો પાસે તમે એવું કહેતા જરૂર થી સાંભળ્યા હશે કે રાત ના સમયે ન...

સુરજ આથમતા સમયે નખ ના કાપવા જોઈએ વાંચો હકીકત

સુરજ આથમતા સમયે નખ ના કાપવા જોઈએ વાંચો હકીકત


          વૃદ્ધ અને જુના લોકો પાસે તમે એવું કહેતા જરૂર થી સાંભળ્યા હશે કે રાત ના સમયે નખ ના કાપવા જોઈએ તે સારું નથી અને અપશુકન માવવામાં આવે છે. જે લોકો આપણ ને આવું કહે છે તે વાત તમને માતા પિતા અને તેમના દાદા દાદી પાસે થી વાત સીખી હોય છે. સાંજ ના સમયે નખ કાપવા પાછળ કોઈ સાઈન્ટીફિક કારણ તો નથી પણ પરંતુ લોજીક જરૂર છે. જુના જમાનામાં જયારે એટલું બધું આધુનિક ન હતું ત્યારે લોકો સાંજ ના સમયે પોતાના ઘરમાં જતા રહેતા અને દીવા ના પ્રકાશ ઉપર સમય વિતાવ્યા કરતા હતા.

         અંધારું જાજુ હોવાના કારણે આપણ ને સલાહ આપવામાં આવતી હતી કે નખ ના કાપવા જોઈએ જેમાં મેલ વધુ ભરાય છે અને નખ કાપવા થી તે થોડા અણીદાર પણ થઈ જાય છે. કાપેલા નખ ના ટુકડા અંધારામાં ગોતવા થોડું મુસ્કેલ થઈ જાય છે. નખ ના આ ટુકડા પગ માં આવવા અને ખાવામાં મળી જવાની સંભાવના વધી જાય છે. આના સિવાય જુના જમાનામાં નખ કાપવા માટે કોઈ વસ્તુ ઉપલબ્ધ ન હતી એટલે તેને કાપવા માટે લોકો ધારદાર વસ્તુ નો ઉપયોગ કરતા હતા. અંધારાના સમય માં એ વસ્તુ નો ઉપયોગ કરવો વાગવા બરાબર હતો એટલા માટે એવી સલાહ આપવામાં આવતી હતી કે સાંજ ના સમયે નખ ના કાપવા જોઈએ.

           નખ ના કાપવા પાછળ એક ધાર્મિક પહલુ પણ છે. હિંદુ ધર્મ માં સાંજ ના સમય ને લક્ષ્મી નો આવવાનો સમય છે એવું માનવામાં આવે છે. એટલા માટે લક્ષ્મીજી ના સ્વાગત માટે ઘર અને દુકાનોમાં સાફ સફાઈ કરીને પૂજા પાઠ કરવા માં આવે છે. નખ ને કાપવું એક શરીર ને કાપવા બરાબર છે. એવું માનવામાં આવે છે કે પૂજા પાઠ દરમિયાન અને લક્ષ્મીજી ના પ્રવેશ દરમીયાન નખ ના કાપવા જોઈએ.

0 કેમેન્ટ અહી કરો: