અહી કરવામાં આવે છે અમિતાભ બચ્ચન ની પૂજા           સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન ને તમે લોકો ઓળખાતાજ હશો. અમિતાભ બચ્ચન ની ઉમર 76 વર્ષ ...

અહી કરવામાં આવે છે અમિતાભ બચ્ચન ની પૂજા


અહી કરવામાં આવે છે અમિતાભ બચ્ચન ની પૂજા


          સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન ને તમે લોકો ઓળખાતાજ હશો. અમિતાભ બચ્ચન ની ઉમર 76 વર્ષ થઈ ચુકી છે પરંતુ આ ઉમર માં પણ તેની પાસે કામ ઓછું નથી. 76 વર્ષ ની ઉમર માં પણ અમિતાભ બચ્ચન ફિલ્મો માં કામ કરે છે. આજે આપણે વાત કરીશું અમિતાભ બચ્ચન ના આ મંદિર વિષે જ્યાં અમિતાભ બચ્ચન ને ભગવાન માનવામાં આવે છે.


         આ મંદિર માં દરરોજ 6 મિનીટ ફિલ્મ ની આરતી ગાઈ ને અમિતાભ બચ્ચન અને તેના બુટ ની પૂજા કરવામાં આવે છે, ત્યાં મુકવામાં આવેલા બુટ અમિતાભ બચ્ચન એ અગ્નિપથ ફિલ્મ માં પહેરેલા હતા. અને ત્યાં મુકવામાં આવેલી ખુરશી પણ અમિતાભ બચ્ચન દ્વારા ફિલ્મ માં ઉપયોગ કરવામાં આવેલી છે.

          અમિતાભ બચ્ચન ના ફેંસ પૂરી શ્રદ્ધા થી આ મંદિર માં આરતી કરે છે. આરતી પહેલા તે ફેંસ એ બનાવેલી અમિતાભ બચ્ચન ચાલીસા વાંચવામાં આવે છે. આ ચાલીસા 79 લાઈન ની છે. જેમાં ચોપાઈ, દોહા તેમજ અમિતાભ બચ્ચન ની ઉપલબ્ધી અને સંઘર્ષ વિષે લખવામાં આવ્યું છે. આરતી થયા પછી આ મંદિર માં પ્રસાદ પણ વહેચવામાં આવે છે.

        આ મંદિર કોલકાતા ના શ્રીઘર રાય રોડ પર બનાવામાં આવ્યું છે. આ મંદિર ને અમિતાભ બચ્ચન ના ખુબજ મોટા ફેંસ સંજય પાટોદીયા એ 2001 માં બનાવ્યું છે. જયારે અમિતાભ બચ્ચન ને આ વિષે ખબર પડી ત્યારે તેને આવું કરવાની ના પણ પાડી હતી. પરંતુ ફેંસ ના જીદ ના લીધે તેમને તે ખુરશી અને બુટ મોકલવા પડ્યા. ત્યારથી અહી અમિતાભ બચ્ચન ની પૂજા કરવામાં આવે છે.


     ફક્ત બીગ બી ના ફેંસ નહિ પરંતુ ઘણા બોલીવુડ સિતારાઓ પણ અહી દર્શન કરી ચુક્યા છે. 2014 માં બોલીવુડ અભિનેત્રી દિયા મિર્જા જયારે કોલકાતા આવી હતી ત્યારે તેણે આ મંદિર ની મુલાકાત લીધી હતી. મુલાકાત સમયે તેણે પણ અમિતાભ બચ્ચન ની આરતી કરી હતી.

0 કેમેન્ટ અહી કરો: