કઈ રીતે થાય છે કમ્પ્યુટર જાસુસી જાણો તેના વિષે            ભારત માં બેઠા તમે ક્યારે, ક્યાં અને શું લખી રહ્યા છો, કોની સાથે ફોન પર વા...

કઈ રીતે થાય છે કમ્પ્યુટર જાસુસી જાણો તેના વિષે

કઈ રીતે થાય છે કમ્પ્યુટર જાસુસી જાણો તેના વિષે

Computer Security

           ભારત માં બેઠા તમે ક્યારે, ક્યાં અને શું લખી રહ્યા છો, કોની સાથે ફોન પર વાત કરી રહ્યા છો. અમેરિકા ના અધિકારી બધું જોઈ અને સાંભળી રહ્યા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કઈ રીતે થાય છે આ?? શું તમારું કમ્પ્યુટર પણ તેમના કમ્પ્યુટર પર ખુલી જાય છે?? ચાલો જાણીએ વિગત વાર કઈ રીતે થાય છે.

કઈ રીતે થાય છે ઇન્ટરનેટ ની આ જાસુસી

           ભારત ના સેન્ટર ફોર ઈન્ટરનેટ એન્ડ સોસાયટી ના કાર્યકારી નિર્દેશક સુનીલ અબ્રાહમ એ કહ્યું કે ફેસબુક, ગુગલ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપની પાસે તમારી અલગ અલગ પ્રકાર ની જાણકારી હોય છે. બધીજ જાણકારીને કંપની ના બધાજ સદસ્યો નથી જોઈ શકતા. તેમની પાસે તમારી નિયમિત જાણકારી જ હોય છે. તે તમારા મેસેજ નથી ખોલી શકતા. પરંતુ ખુફિયા એજેન્સી પાસે તમારા કમ્પ્યુટર પર ચાલી રહેલા માઈક્રોસોફ્ટ પ્રોસેસર થી લઈને તમારા ગુગલ, ફેસબુક અને બીજા જુરીર અકાઉન્ટ ની જાણકારી હોય છે એટલા માટે તેમની પાસે બધુજ હોય છે. તે લોકો જયારે ઈચ્છે ત્યારે તમારા કમ્પ્યુટર થી તેમના કમ્પ્યુટર સાથે બધુજ જોડીને જોઈ શકે છે અને તમારી ચાલ પર નજર રાખી શકે છે.

            અબ્રાહમ એ તે પણ કહ્યું કે ભારત માં વપરાશ થઈ રહ્યા બધાજ મોટા સોફ્ટવેર અને ફેસબુક અને ગુગલ જેવા સોસીયલ નેટવર્ક વેબસાઈટ અમેરિકામાં રજીસ્ટર છે. એટલા માટે અહી જે કઈ પણ થઈ રહ્યું છે તે અમેરિકાના સર્વર માંથી પસાર થઈ ને થઈ રહ્યું છે. એટલા માટે ભારત માં બેઠેલા વ્યક્તિના અકાઉન્ટ ને ખોલવું તેના માટે મુસ્કેલ નથી હોતું.

0 કેમેન્ટ અહી કરો: