બ્રહ્માજી ને દેખાડી શ્રી કૃષ્ણ એ લીલા                 શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી ઘણી નાની મોટી વાતો આપણે ને કઈક ને કઈક સંદેશો આપે છે...

બ્રહ્માજી ને દેખાડી શ્રી કૃષ્ણ એ લીલા

બ્રહ્માજી ને દેખાડી શ્રી કૃષ્ણ એ લીલા                શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી ઘણી નાની મોટી વાતો આપણે ને કઈક ને કઈક સંદેશો આપે છે. તેની કોઈ પણ વાત પાછળ કઈક ને કઈક અર્થ છુપાયેલો હોય છે. જે મનુષ્ય માટે કઈક સંદેશો આપે છે.

             જેમ કે રાધા કૃષ્ણ પ્રેમ ત્યાર બાદ ગોપીને હેરાન કરવું, માખણ ચોરવું અને યશોદા માં માટે સંભાળવું મુસ્કેલ થઈ જતું હતું આ બધીજ શ્રી કૃષ્ણ ની લીલાઓ હતી. આ રીતે ઘણી લીલાઓ કરીને ભગવાન ઘણા ભક્તો નો ઉદ્ધાર પર કરી દેતા હતા. આજે આપણે શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી એક કહાની વિષે વાત કરીશું.

             એકવાર શ્રી કૃષ્ણ પોતાના મિત્રો સાથે ગોકુલ માં એક બગીચા માં રમી રહ્યા હતા. શ્રી કૃષ્ણ ને પોતાની ગાય અને પોતાના મિત્રો સાથે આટલા ખુશ જોઈંને બ્રહ્માજી આ જોઈ ન શક્યા અને બધાના વતી ભગવાન શ્રી કૃષ્ણ ના પ્રેમ ની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. થોડાજ સમય માટે શ્રી કૃષ્ણ આમ થી તેમ ગયા ત્યાં આ તક નો લાભ લઈને બ્રહ્માજી એ તેમના મિત્રો તેમજ ગાય નું અપહરણ કરી લીધું. જેના લીધે તે જાણી શકે કે શ્રી કૃષ્ણ ને આમની પ્રત્યે કેટલો મોહ છે પરંતુ બ્રહ્માજી તે ભૂલી ગયા કે શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે. તેણે વર્તમાન જ નહિ પરંતુ ભવિષ્ય માં થવાની ધટના વિષે પણ માહિતી છે. નાં તો તેનાથી કઈ છૂપું છે ન તો રહેવાનું છે.

          અપહરણ પછી બ્રહ્માજી એ બધાને યોગનિદ્રા માં મોકલી દીધા. આ આવસ્થામાં કોઈને કઈ પણ યાદ રહેતું નથી અને તેમની આસપાસ શું થઈ રહ્યું છે તે પણ ખબર રહેતી નથી. પરંતુ શ્રી કૃષ્ણ ને બ્રહ્માજી દ્વારા કરવામાં આવેલ આ વાત ની જાણ થઈ ચુકી હતી. પરંતુ તેને તેમના મિત્રો કરતા વધુ ચિંતા તેમના માતા પિતા ની હતી કે તેમને ખબર પડશે કે તેમના પુત્ર કઈક ખોવાય ગયા છે તો તેમના પર શું વીતશે. ત્યારે શ્રી કૃષ્ણ એ પોતાને ઘણા રૂપ માં કરીને પોતાના મિત્રો તેમજ ગાય નું રૂપ ધારણ કરી લીધું.

         ઘણા દિવસો પછી શ્રી કૃષ્ણ તરફ થી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન થતા બ્રહ્માજી એ પાછા ધરતી પર આવીને શ્રી કૃષ્ણ ની ખબર લેવાનું નક્કી કર્યું. પરંતુ તે તો અજાણ હતા કે ગોકુલ માં એક નહિ પરંતુ અત્યારે ઘણા બધા શ્રી કૃષ્ણ છે. બ્રહ્માજી એ થોડા વધુ દિવસ રાહ જોઈ પરંતુ શ્રી કૃષ્ણ તરફ થી કોઈ પણ પ્રકાર નો જવાબ હતો નહિ. ત્યારે બ્રહ્માજી એ દેવ લોક માંથીજશ્રી કૃષ્ણ ની ખબર લેવાનું નક્કી કર્યું. ત્યારે બ્રહ્માજી એ બધાજ બાળકો ને પોતાના ઘરે સુરક્ષિત જોઇને બ્રહ્માજી ખુદ હેરાન હતા. આ હતી શ્રી કૃષ્ણ ની લીલા જે જોઇને બ્રહ્માજી પણ એક પળ માટે હેરાન થઈ ગયા હતા.

0 કેમેન્ટ અહી કરો: