દુનિયા નો છેલ્લો રસ્તો જાણીને થશે નવાઈ                  નોર્થ પોલ અથવા તો ઉતર ધ્રુવ વિષે તમે લોકોએ સાંભળ્યુંજ હશે. આ ધરતી નું સુદૂર...

દુનિયા નો છેલ્લો રસ્તો જાણીને થશે નવાઈ


દુનિયા નો છેલ્લો રસ્તો જાણીને થશે નવાઈ


                 નોર્થ પોલ અથવા તો ઉતર ધ્રુવ વિષે તમે લોકોએ સાંભળ્યુંજ હશે. આ ધરતી નું સુદૂર ઉતર માં આવેલું બિંદુ છે. આજ ધરી ઉપર આપણી પૃથ્વી ફરે છે. આર્કટીક મહાસાગર માં સ્થિત આ સ્થળ ઉપર બરફ વર્ષા ના કારણે બરફ ની મોટી ચાદરો પથરાયેલી જોવા મળે છે. તમને કહી દઈએ કે યુરોપ આ બિંદુ ની ખુબજ નજીક છે. આ નોર્વે નો છેલ્લો છેડો છે. અહીંથી આગળ જતી સડક દુનિયાની છેલ્લી સડક માનવામાં આવે છે.

               પૃથ્વી ના આ છેડા તેમજ નોર્વે ને જે રસ્તો જોડે છે તેને E-69 ના નામથી ઓળખવામાં આવે છે. તેને દુનિયાની છેલ્લી સડક પણ કહેવામાં આવે છે કેમ કે તેનાથી આગળ કોઈ માર્ગ નથી. E-69 લગભગ 14 કિલોમીટર સુધી નો એક લાંબો હાઈ-વે છે. આ રસ્તા ઉપર બધા લોકોની સાથે મળીને જવાની સલાહ આપવામાં આવે છે. બરફ વર્ષા તેમજ એકાંત રહેલા આ વિસ્તાર ને લીધે અહી ગુમ થવાની સંભાવના વધી જાય છે.


              ખુબજ બરફ ના કારણે અહીના લોકો માછલી ના વેપાર થી પોતાનું જીવન ગુજારે છે. તેના પછી વર્ષ 1930 માં આ વિસ્તાર ધીમે ધીમે વિકાસ થવા લાગ્યો અને ત્યાર બાદ વર્ષ 1934 માં ત્યા રહેતા લોકો એ મળીને એવો નિર્ણય લીધો કે અહી આવતા પ્રવાસીઓ નું સ્વાગત કરવામાં આવે જેનાથી અહી ના વેપાર માં થોડો વધારો થાય.


              ત્યાર બાદ દુનિયા ના ખૂણે ખૂણે થી લોકો નોર્થ પોલ ફરવા માટે આવે છે. અહી આવનારા લોકો પોતાને બીજી અલગજ દુનિયામાં છીએ એવો અનુભવ કરે છે. અહી ના વિસ્તાર માં આવ્યા બાદ લોકો સૂર્ય ના લીધે થતો નજરો જોઇને આશ્ચર્યમાં પડી જાય છે. અહી ઠંડી માં રાત પૂર્ણ નથી થતી અને ગરમી માં સુરજ ડૂબતો નથી.

0 કેમેન્ટ અહી કરો: