દુનિયા ના સવથી લાંબા વાળ માટે ગુજરાત ની આ છોકરી એ નોધાવ્યું ગીનીજ બુક માં નામ          ગુજરાત ની એક 16 વર્ષ ની આ છોકરી નીલાંશી પટેલ...

દુનિયા ના સવથી લાંબા વાળ માટે ગુજરાત ની આ છોકરી એ નોધાવ્યું ગીનીજ બુક માં નામ


દુનિયા ના સવથી લાંબા વાળ માટે ગુજરાત ની આ છોકરી એ નોધાવ્યું ગીનીજ બુક માં નામ

Nilanshi Patel Gujarati

         ગુજરાત ની એક 16 વર્ષ ની આ છોકરી નીલાંશી પટેલ એ નાનપણ થીજ સવથી લાંબા વાળ માટે વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. ગીનીશ વલ્ડ રેકોર્ડ અનુસાર નીલાંશી ને છ વર્ષ ની ઉમરે ખરાબ વાળ કાપવાના અનુભવ થઈ જતા ત્યારબાદ ક્યારેય પણ વાળંદ પાસે નથી ગઈ. તેણે કહ્યું કે મેં ખુબજ ખરાબ વાળ કપાવ્યા હતા. ત્યારબાદ મેં નક્કી કર્યું કે હવે હું વાળ નહિ કપાવું. જયારે મેં તે નક્કી કર્યું ત્યારે હું છ વર્ષ ની હતી અને ત્યારથી લઈ ને અત્યાર સુધી મેં વાળ નથી કપાવ્યા.


           લાંબા વાળ ના કારણે તેમના દોસ્ત અને તેમના પરિવાર ના વાસ્તવિક જીવન માં એક સુંદર છોકરી ના રૂપ માં ઓળખવામાં આવતી હતી. જેના વાળ 170.5 સેમી (5 ફૂટ 7 ઈચ) હતા. વાળ ને એટલા લાંબા કરવા કોઈ આસન વસ્તુ નથી હોતું. ધોવા થી લઈને સુખવા સુધી અને વાળ ને ઓળવું એક ચુનોતી ભર્યું અને સમય લેવાનું કામ છે. પરંતુ નીલાંશી ને કોઈ પણ પરેશાની થઈ નથી અને રોજીંદા જીવનની જેમ તેમણે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું.


          તેણે ઈન્ટરવ્યું માં કહ્યું કે લોકો એવું વિચારે છે કે હું મારા આ લાંબા વાળ સાથે ઘણી સમસ્યાનો સામનો કરું છું પરંતુ મારે કોઈ પણ સમસ્યા નો સામનો કરવો પડ્યો નથી. તેણે એવું પણ કહ્યું તે તેમની માતા નો આમાં ખુબજ મોટું યોગદાન છે જેણે આ વિશ્વ રેકોર્ડ તોડવા માટે મદદ કરી.

0 કેમેન્ટ અહી કરો: