ભગવાન શિવ નો જન્મ નથી થયો તો શું છે તેના જન્મ ની કથા             આપણા પ્રિય ભગવાન શિવ નો જન્મ નથી થયેલો આ શંભુ (સ્વયમભૂ) છે. પરંત...

ભગવાન શિવ નો જન્મ નથી થયો તો શું છે તેના જન્મ ની કથા

ભગવાન શિવ નો જન્મ નથી થયો તો શું છે તેના જન્મ ની કથા

            આપણા પ્રિય ભગવાન શિવ નો જન્મ નથી થયેલો આ શંભુ (સ્વયમભૂ) છે. પરંતુ પુરાણો માં તેની ઉત્પત્તિ નું કારણ દર્શાવામાં આવ્યું છે,વિષ્ણુ પુરાણ અનુસાર બ્રહ્મા ભગવાન વિષ્ણુ ની નાભી કમળ થી ઉત્પન થયા છે જયારે શિવ ભગવાન વિષ્ણુ ના માથા ના તેજ માંથી ઉત્પન થયા છે એવું કહેવામાં આવે છે. વિષ્ણુ પુરાણ અનુસાર વિષ્ણુ ના તેજ ને કારણે ઉત્પન થયા હોવાથી તે હમેશા યોગમુદ્રા માં રહે છે.

           શ્રીમદ ભાગવત અનુસાર એકવાર બ્રહ્મા અને વિષ્ણુ અહંકાર થી અભિભૂત થઈ જઈને પોતાનેજ શ્રેષ્ટ કહીને લડતા હતા ત્યારે એક સળગતા સ્થંભ માંથી ભગવાન શિવ પ્રકટ થયા છે.

            વિષ્ણુ પુરાણ માં વર્ણવેલી માત્ર એક શિવ ના જન્મ ની કથાજ લગભગ શિવ નું માત્ર બાળરૂપ નું વર્ણન કરેલું છે. તેના અનુસાર બ્રહ્મા ને એક બાળક ની જરૂર હતી. તેણે તેના માટે તપસ્યા કરી. ત્યારે તેના ખોળામાં રોય રહેલા એક બાળક એટલે કે ભગવાન શિવ પ્રકટ થયા. બ્રહ્મા એ રોવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કીધું કે મારું કોઈ નામ નથી એટલા માટે હું રોય રહયો છું.

             ત્યારે બ્રહ્મા એ શિવ નું નામ રુદ્ર રાખ્યું જેનો અર્થ થાય છે રોવા વાળો. ભગવાન શિવ ત્યારે પણ શાંત નાં થયા. ત્યારે બ્રહ્મા એ બીજું નામ આવ્યું ભગવાન શિવ ને તે નામ પસંદ નાં આવ્યું એટલા માટે ત્યારે પણ તે રડતા રહ્યા. ત્યારે બ્રહ્મા એ ભગવાન શિવ ને 8 નામ આપ્યા જે 8 નામ રુદ્ર, શર્વ, ભાવ, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઇશાન અને મહાદેવ થી ઓળખવામાં આવે છે. શિવપુરાણ અનુસાર આ નામ પૃથ્વી પર લખવામાં આવ્યા હતા.

            શિવ નું આ રીતે બ્રહ્મા ના પુત્ર રૂપે જનમવા પાછળ પણ વિષ્ણુ પુરાણ માં એક પોરાણિક કથા છે. જેના અનુસાર જયારે ધરતી, આકાશ, પાતાળ સહીત બ્રહ્માંડ જળમગ્ન હતું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સિવાય કોઈ પણ દેવ કે પ્રાણી ન હતા. ત્યારે ફક્ત વિષ્ણુજ પોતાના પાણી ઉપર પોતાના સાપ સાથે સુતેલા નજર આવી રહ્યા હતા. ત્યારે તેના નાભી થી કમળ નાળ પર બ્રહ્માજી પ્રકટ થયા. જયારે બ્રહ્મા, વિષ્ણુ જયારે સૃષ્ટી વિષે વાત કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ પ્રકટ થયા. ત્યારે બ્રહ્મા એ તેને ઓળખવા માટે ના પડી દીધી. ત્યારે ભગવાન શિવ ના નારાજ ના ડર થી ભગવાન વિષ્ણુ એ દિવ્ય દ્રષ્ટી આપીને બ્રહ્મા ને ભગવાન શિવ ની યાદ અપાવી.

            બ્રહ્મા ને પોતાની ભૂલ સમજાણી અને તેણે ભગવાન શિવ પાસે ક્ષમા માંગી અને પોતાના પુત્ર રૂપ થી જન્મ લેવાના આશીર્વાદ માગ્યા. શિવ એ તેમની પ્રાથના સ્વીકાર કરીને તેને આશીર્વાદ આપ્યા. જયારે બ્રહ્મા ને સૃષ્ટી ની રચના ની શરૂવાત કરી ત્યારે તેને એક બાળક ની જરૂર પડી અને ત્યારે તેને ભગવાન શિવ એ આપેલા આશીર્વાદ ધ્યાન માં આવ્યા. ત્યારે બ્રહ્મા એ તપસ્યા કરી અને ભગવાન શિવ બાળક ના રૂપ માં તેના ખોળામાં પ્રકટ થયા.

0 કેમેન્ટ અહી કરો: