સવાર માં કરેલી આ પાચ ભૂલ તમારો વજન વધારી શકે છે               મોટેભાગે શરીર માં રહેલી બીમારી તમારા લાઈફ સ્ટાઈલ ના કારણે જ થતી હોય...

સવાર માં કરેલી આ પાચ ભૂલ તમારો વજન વધારી શકે છે

સવાર માં કરેલી આ પાચ ભૂલ તમારો વજન વધારી શકે છે


              મોટેભાગે શરીર માં રહેલી બીમારી તમારા લાઈફ સ્ટાઈલ ના કારણે જ થતી હોય છે. ડોક્ટરનું પણ કેહવું છે કે જો સવારે ઉઠીને અમુક કામ કરવામાં આવે તો તે પોતાની જીંદગી માં ક્યારેય પણ બીમાર પડતો નથી. સવારનો સમય માણસ ના સેહત માટે ખુબજ અનુકુળ માનવામાં આવે છે. કસરત, બ્રેકફાસ્ટ જેવા કામ પણ જો સરખી રીતે ના કરવામાં આવે તો માણસ બીમાર થઈ શકે છે.

પાણી ના પીવું

        દુનિયાભર ના ડોકટર, આહાર વિશેષજ્ઞ અને વૈજ્ઞાનિક એ વાત ઉપર ખુબ જોર આપે છેકે પાણી ને ભરપુર માત્ર માં પીવું જોઈએ સ્વસ્થ રેહેવા માટે પણ અને વજન ઓછું કરવા માટે પણ. ભરપુર માત્રા માં જો પાણી પીવામાં આવે તો જેરી પદાર્થ આપણા શરીર માંથી બહાર નીકળી જાય છે અને મેટાબોલીજ્મ પણ સારું થાય છે. સવારે ઉઠીને થોડું ગરમ પાણી 2 ગ્લાસ પીવામાં આવે તો વજન ઓછો થાય છે. તે તમારા શરીર માં રહેલી સીસ્ટમ ને સાફ કરે છે.

નાસ્તો ના કરવો

          સવાર માં ભાગદોડ ભરેલી જીંદગી માં સમય બચાવવા માટે પ્રોસેસ ફૂડ તેમજ પેકિંગ કરેલો નાસ્તો લેવામાં આવે તો તે એક મૂળભૂત કારણ હોઈ શકે છે વજન વધારવા માટે. બહાર નો નાસ્તો તમારા શરીર ઉપર ઉંધી અસર કરી શકે છે. સવાર માં લીધેલો આ નાસ્તો તમારા શરીર ની તબિયત સાથે મજાક કરવા બરાબર થાય છે.  સવાર નો નાસ્તો હમેશા માટે પોષ્ટિક હોવો જોઈએ નેચરલ ફૂડ, ફળ, મેવા, જુસ જેવી વસ્તુ હોવી જોઈએ.

કસરત ના કરવી

             સવાર માં ખાલી પેટ જો કસરત કરવામાં આવે તો સવથી વધુ ફેટ્સ બર્ન થાય અને વજન માં ઘટાડો થાય છે. સવારે ઉઠીને જો કસરત કરવામાં આવે તો આખો દિવસ તાજો મહેસુસ થાય છે. કસરત નો મતલબ એ નથી કે તમે જીમ માં જાઓ તમે ચાલી શકો છો, સાઈકલ ચલાવી શકો છો જેવા કામ પણ કરી શકો છો. આવું કોઈ પણ કામ સવારે જમ્યા પહેલા કરવામાં આવે તો વજન માં ઘટાડો થાય છે.

સવાર નો તડકો ના લેવો

            સવાર માં સુરજ માંથી નીકળતી અલ્ટ્રાવાયોલેટ કિરણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારક છે. જે તમને એનર્જી આપે છે અને તમારા મેટાબોલીજ્મ ને સારું કરે છે. અને આવું કરવાથી તમારા શરીર માં વજન ઘટાડવામાં મદદ કરે છે.

0 કેમેન્ટ અહી કરો: