યુપી માં બનશે દુનિયાનો સવથી લાંબો 6 લેન ગંગા એક્સપ્રેસવે                ઉતર પ્રદેશ માં દુનિયાનો સવથી મોટો 6 લેન એક્સપ્રેસવે બનશે. મ...

યુપી માં બનશે દુનિયાનો સવથી લાંબો 6 લેન ગંગા એક્સપ્રેસવે


યુપી માં બનશે દુનિયાનો સવથી લાંબો 6 લેન ગંગા એક્સપ્રેસવે


               ઉતર પ્રદેશ માં દુનિયાનો સવથી મોટો 6 લેન એક્સપ્રેસવે બનશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ મંગળવારે કહ્યું કે યુપી કેબીનેટએ ગંગા એક્સપ્રેસવે બનાવાનો પ્લાન કર્યો છે. આ એક્સપ્રેસવે પ્રયાગરાજ ને પશ્ચિમ યુપી થી કનેક્ટ કરશે. યોગી આદિત્યનાથ એ કહ્યું કે આ એક્સપ્રેસવે દુનિયાનો સવથી લાંબો એક્સપ્રેસવે હશે જેની લંબાઈ 600 કિલોમીટર હશે. આના માટે 6556 એકર જમીન ની જરૂરિયાત પડશે. આ એક્સપ્રેસવે બનવા માટે નો ખર્ચો લગભગ 36 હજાર કરોડ થશે.

                 સીએમ એ કહ્યું કે ગંગા એક્સપ્રેસવે મેરઠ, અમરોહ, બુલંદ શહેર, શાહજહાંપુર કન્નોજ, ઉનાબ, રાયબરેલી, પ્રતાપગઢ થી થઇ ને પ્રયાગરાજ સુધી જશે. તમને કહી દઈએ કે અત્યારે 6 લેન પૂર્વાચલ એક્સપ્રેસવે નું કામ ચાલી રહ્યું છે. આ એક્સપ્રેસવે લખનવ ને ગાજીપુર સાથે જોડશે. આના સિવાય યોગી સરકાર યુપી માં બુંદેલખંડ એક્સપ્રેસવે નું એલાન કરી ચુકી છે. જલ્દીથી આ એક્સપ્રેસવે નું કામ શરુ થશે તેવી આશા છે.  પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ એ લખનવ આગ્રા સાથે જોડવા માટે તાજ એક્સપ્રેસવે નું નિર્માણ કરાવ્યું હતું. જેની લંબાઈ 600 કિલોમીટર થી પણ વધારે છે. આ બધાજ એક્સપ્રેસવે 6 લેન ના છે.

0 કેમેન્ટ અહી કરો: