700 કરોડ ના ખર્ચે ભારત માં બની રહ્યું છે દુનિયા નું સવથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ               ભારતીય ક્રિકેટ ફેન ના માટે ખુશખબર છ...

700 કરોડ ના ખર્ચે ભારત માં બની રહ્યું છે દુનિયા નું સવથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ

700 કરોડ ના ખર્ચે ભારત માં બની રહ્યું છે દુનિયા નું સવથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ


              ભારતીય ક્રિકેટ ફેન ના માટે ખુશખબર છે. જલ્દી ભારત માં દુનિયાનું સવથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ બનીને તૈયાર થઈ જશે. આ સ્ટેડીયમ મેલબર્ન ક્રિકેટ સ્ટેડીયમ કરતા પણ મોટું હશે. ગુજરાત એસોસીએશન ની નજર હેઠળ આ સ્ટેડીયમ બનાવામાં આવી રહ્યું છે.


              ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ના ઉપાધ્યક્ષ પરિમલ નાથવાણી એ ટ્વીટ કરીને સ્ટેડીયમ બનવાના થોડા ફોટો શેર કર્યા છે. ગયા વર્ષ જન્યુંઆરીમાં આ સ્ટેડીયમ બનવા માટેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. નથવાણી એ કહ્યું કે આ સ્ટેડીયમ ઔસ્ટ્રેલીયા ના મેલબર્ન ક્રિકેટ સ્ટેડીયમ કરતા પણ મોટું હશે.

             આ સ્ટેડીયમ માં એક સાથે 1.10 લાખ લોકો એક સાથે મેચ જોઈ શકશે. અત્યારે સવથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ ઔસ્ટ્રેલીયાનું મેલબર્ન સ્ટેડીયમ છે જેની ક્ષમતા 1 લાખ લોકોની છે.

63 એકર માં ફેલાયેલું છે આ સ્ટેડીયમ


             આ સ્ટેડીયમ 63 એકર માં ફેલાયેલું છે. આમાં ત્રણ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ, ક્લબ હાઉસ, ઓલમ્પિક સાઈજ સ્વીમીંગ પુલ અને ઇન્ડોર ક્રિકેટ એકેડમી પણ હશે. તેના પાર્કિંગ માં 3 હજાર કાર તેમજ 10 ગાડી પાર્કિંગ થઈ શકશે. તમને કહી દઈએ કે આ સ્ટેડીયમ નું કામ 2017 માં ચાલુ કરવામાં આવ્યું હતું.

                આ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન નો ડ્રીમ પ્રોજેક્ટ છે અને પૂર્ણ થયા પછી દેશ માટે ગર્વ નું પ્રતિક પણ હશે.

              ખબર પ્રમાણે આ સ્ટેડીયમ ની કુલ કીમત 700 કરોડ રૂપિયા હશે. આ સ્ટેડીયમ ની ડિજાઈન મશહુર આર્કિટેક પોપુલસ એ કરી છે. જેણે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ની ડિજાઈન પણ કરી હતી.
આ સ્ટેડીયમ 2023 સુધી માં આંતરરાષ્ટ્રીય મેચ માટે પૂરી રીતે તૈયાર થઈ જશે. અત્યારે ઈડન ગાર્ડન ભારત નું સવથી મોટું ગ્રાઉન્ડ છે. તેનું નિર્માણ 1865 માં કર્યું હતું. આ પશ્ચિમ બંગાળ તેમજ કોલકાતા નાઈટરાઈડર ટીમો નું હોમ ગ્રાઉન્ડ છે.

0 કેમેન્ટ અહી કરો: