વગર ગાઈડ એ નથી ફરી શકતા આ મોત ના બગીચા માં જાણો વધુ           આમ તો બગીચા ફરવા માટે તેમજ સ્વાસ્થ્ય સુધારવા માટે હોય છે. આજે આપણે વા...

વગર ગાઈડ એ નથી ફરી શકતા આ મોત ના બગીચા માં જાણો વધુ


વગર ગાઈડ એ નથી ફરી શકતા આ મોત ના બગીચા માં જાણો વધુ


          આમ તો બગીચા ફરવા માટે તેમજ સ્વાસ્થ્ય સુધારવા માટે હોય છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા બગીચા વિષે કે જ્યાં વગર ગાઈડે નથી ફરી શકતા કેમ કે તમારી એક ભૂલ તમને મોત ની નજીક લઈ જઈ શકે છે.

        ઇંગ્લેન્ડ ના નોર્થમ્બરલેન્ડ માં સ્થિત આ બગીચા ને અલન્વીંક પોઈજન ગાર્ડન કહે છે. આ બગીચામાં ફરવા પેહાલાજ ગેટ ઉપરજ ખતરાનું નિશાન બતાવામાં આવ્યું છે. આ બગીચામાં ફરતા પહેલા કોઈ ગાઈડ ને સાથે લઈ લેવામા જ ભલાઈ છે.

       આ બગીચો બધીજ જગ્યા એ થી જાનલેવા વૃક્ષ અને છોડ થી ભરેલો છે. એટલુજ નહી આ બગીચામાં ઘણા જેરી જીવજંતુઓ પણ છે. ફરવા સમયે થોડી પણ ભૂલ તમને મોત સુધી લઈ જઈ શકે છે.


         લગભગ 14 એકર માં ફેલાયેલા આ બગીચામાં 700 થી પણ વધુ જેરી છોડ છે. આ બગીચામાં ફરતા સમયે ગાઈડ તેમના જહેર ના ગુણો તેમજ તેમને ન અડવાની સલાહ પણ આપે છે.

        પોરાણિક કથા માં પણ ઇટાલી માં પડુંઆ માં પણ જેરી બગીચો હોવાની વાત કહેવામાં આવી છે. આમાં મોજુદ જેરી છોડ નો ઉપયોગ શાહી દુશ્મનો ને માત દેવા માટે કરવામાં આવે છે. જેનાથી નોર્થમ્બરલેન્ડ ની મહારાણી ઘણી પ્રેરિત થઈ અને 2006 માં જેરી છોડ થી ભરેલા આ બગીચાનું નિર્માણ કરાવ્યું.


         આ બગીચા માં ઘણી એવી વનસ્પતિ છે જેને અડવાથી પણ તાવ આવી જવાની સંભાવના છે અને મોત પણ થઈ શકે છે. આ કારણોસર તેના ગેટ ઉપર 24 કલાક સુરક્ષા કર્મી રહે છે અને રાત થઈ જતા અંદર જવાની પરમીશન નથી.

0 કેમેન્ટ અહી કરો: