જો તમે પણ વાપરી રહ્યા છો ઠંડી માં હીટર તો જરૂર થી વાંચો                ઠંડીની શરૂવાત સાથેજ લોકો પોતાના ઘરે હીટર ચાલુ કરી દેતા હોય છ...

જો તમે પણ વાપરી રહ્યા છો ઠંડી માં હીટર તો જરૂર થી વાંચો


જો તમે પણ વાપરી રહ્યા છો ઠંડી માં હીટર તો જરૂર થી વાંચો


               ઠંડીની શરૂવાત સાથેજ લોકો પોતાના ઘરે હીટર ચાલુ કરી દેતા હોય છે. ઘરમાં ધુમાડો ના થાય એટલા માટે લોકો સગડી ની જગ્યા પર હીટર નો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે હીટર નો પ્રયોગ કરવો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક થઇ શકે છે. હીટર નો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માં રહેલી નમી ને સુકવી નાખે છે આના સિવાય તે શરીર માં રહેલા ઓક્સીજન ને ઘટાડે છે જેના લીધે આપણને શ્વાસ સબંધિત સમસ્યા થઇ શકે છે. ચાલો જાણીએ તેના વિષે થોડી વધુ માહિતી.

હવાને ડ્રાય બનાવે છે

           રૂમ માં લાગેલું હીટર તમારા રૂમ માં રહેલી હવાને શુષ્ક બનાવી નાખે છે. જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવા લોકો ને વધુ તકલીફ પડતી હોય છે જેને શ્વાસ સબંધિત સમસ્યા રહેતી હોય. આ સમસ્યા થી બચવા માંગતા હોવ તો હીટર શરુ કરતા પહેલા એક ડોલ પાણી ભરીને રૂમ માં મૂકી દેવી જોઈએ. સાથે સાથે ઘરમાં રહેલા બધાજ બારી બારણા બંધ ના કરવા જોઈએ થોડી હવા અવર જવર થઇ શકે તેટલા ખુલ્લા રાખવા જોઈએ.

ત્વચા માં કરચલી બનાવે છે

            હીટર ભલે તમને ઠંડી માં રાહત આપે છે પરંતુ હીટર નો વધુ પડતો ઉપયોગ તમારા શરીર ની ત્વચા ને સુકી બનાવે છે અને ત્વચામાં કરચલી પાડવાનો પ્રોબ્લેમ થઇ શકે છે.

આંખ માં ખંજવાળ ની સમસ્યા

            રૂમ માં લાગેલું હીટર ફક્ત રૂમ માં રહેલી નીમી નેજ નહિ પરંતુ સાથે સાથે આંખો માં રહેલી નમી ને પણ દુર કરે છે જેના લીધે ડ્રાય આઈ ની સમસ્યા થઇ શકે છે. એટલા માટે જયારે પણ તમે હીટર નો પ્રયોગ કરો ત્યારે રૂમ માં પાણી ની એક બાલ્ટી ભરીને મૂકી શકો છો જેના કારણે રૂમ માં નમી રહે છે.

વધુ પડતો તાપમાન માં ઉતાર ચડાવ

            જયારે તમે રૂમ ની અંદર હીટર નો પ્રયોગ કરો છો ત્યારે તમારા શરીર નું તાપમાન તે હિસાબેજ સેટ થઇ જતું હોય છે પરંતુ જયારે તમે તે રૂમ ની બહાર જતા હોવ ત્યારે અચાનકજ શરીર નું તાપમાન માં ઉતાર ચડાવ આવે છે જેના લીધે બીમાર પડવાની સમસ્યા વધી જાય છે.

0 કેમેન્ટ અહી કરો: