દુનિયાની પહેલી રોટલી ક્યારે બનાવામાં આવી હતી જાણો તેના વિષે વધુ                    દુનિયાની પહેલી રોટલી ક્યારે બનાવામાં આવી હતી ત...

દુનિયાની પહેલી રોટલી ક્યારે બનાવામાં આવી હતી જાણો તેના વિષે વધુ


દુનિયાની પહેલી રોટલી ક્યારે બનાવામાં આવી હતી જાણો તેના વિષે વધુ


         
         દુનિયાની પહેલી રોટલી ક્યારે બનાવામાં આવી હતી તેના વિષે દુનિયામાં અલગ અલગ મત છે. પરંતુ શોધખોળ માં એવા અવશેષ મળ્યા છે જે ચોકાવી દેઈ તેવા છે. ઉતર પૂર્વ માં શોધખોળ માં એવી જગ્યા મળી જેને લઈ ને કેહેવામાં આવે છે કે અહી લગભગ સાડા 14 હજાર વર્ષ પહેલા ફ્લેટબ્રેડ એટલે કે રોટલી બનાવામાં આવી હતી. એવું કેહેવામાં આવે છે કે અહી પથ્થર થી બનેલા ચૂલામાં અહી રોટલી બનાવામાં આવી હતી શોધખોળ કરવા વાળાને ત્યાંથી પથ્થર ના ચુલા મળ્યા છે.

           તે અવશેષો ઉપર થી એવું નક્કી કરવામાં આવે છે કે માનવો એ કૃષિ વિકાસ થી વર્ષો પહેલા રોટલી બનાવીને ખાવાનું શરુ કરી દીધું હતું. રીપોર્ટ અનુસાર 4000 વર્ષ પહેલા માણસ એ ખેતી કરવાનું શરુ કરી ધીધુ પરંતુ તેના ઘણા સમય પહેલા પૂર્વ ભુમધ્યાસાગર શિકારી ઓ એ રોટલી બનવાનું શરુ કરી દીધું હતું. અંદાજો લગાવામાં આવે છે કે ત્યારે રોટલી બનાવવા માટે જંગલી અનાજ નો ઉપયોગ કરવામાં આવતો હતો.

          શોધ ના અનુસાર આ રોટલી ને નોફિયન સંસ્કૃતિ ના લોકો એ બનાવી હશે. તે એવા લોકો હશે જે એક જગ્યાએ રહીને જીવન વ્યતીત કરતા હશે. આ અવશેષ બ્લેક દેજર્ત એર્કેઓલોજીક સાઈટ પર મળ્યા છે.

          આજથી લગભગ ચાર હજાર વર્ષ પહેલા માણસો એ ધરતી ઉપર ખેતી ખરવાની શરૂવાત કરી હતી અને ત્યાર બાદ રોટલી બનવાની શરૂવાત કરી હતી. પરંતુ આ શોધ અને મળેલા અવશેષો અનુસાર એવી માનવામાં આવે છે કે રોટલી નો ઈતિહાસ કૃષિ વિકાસ થી પહેલા નો છે. શોધખોળ કરનાર અરન્જ ઓતેગુઈ નું માનવું છે કે એવું પણ સમભવ છે કે રોટલી એ છોડ ની ખેતી કરવા માટે લોકો ને પ્રોત્સાહિત કર્યા હોઈ.

0 કેમેન્ટ અહી કરો: