આ છે દુનિયા નું સવથી ખતરનાક પ્રાણીસંગ્રહાલય Lehe Ledu Wildlife Zoo                           ( Lehe Ledu Wildlife Zoo )  દુનિયા...

આ છે દુનિયા નું સવથી ખતરનાક પ્રાણીસંગ્રહાલય

આ છે દુનિયા નું સવથી ખતરનાક પ્રાણીસંગ્રહાલય

Lehe Ledu Wildlife Zoo Gujarati

Lehe Ledu Wildlife Zoo           

               (Lehe Ledu Wildlife Zoo) દુનિયામાં ઘણા એવા લોકો છે જેને જીવજંતુ સાથે ખુબજ લગાવ હોય છે. ઘણી વખત તેને જોવા માટે લોકો ગમે ત્યાં જતા હોય છે. એ તો તમને ખબરજ હશે કે પ્રાણીસંગ્રહાલય માં પ્રાણી ઓ ને પિંજરામાં બંધ કરી ને રાખવામાં આવે છે. પરંતુ દુનિયામાં એવા પણ પ્રાણીસંગ્રહાલય છે જેમાં પ્રાણીઓ ખુલી રીતે ફરી શકે છે અને લોકો તેને પિંજરામાં બંધ થઈને જોવે પણ છે.

         આ પ્રાણીસંગ્રહાલય ચીન ના ચોગક્વિંગ શહેર માં આવેલ છે જેનું નામ છે “લેહે લેદુ વાઈલ્ડલાઈફ જુ”. તેનું નિર્માણ 2015 માં કરવામાં આવ્યું હતું. અહી ફરવા વાળા લોકો પિંજરામાં બંધ થઈ ને પ્રાણીઓ ને જોવે છે. આ એક એવું પ્રાણીસંગ્રહાલય છે જેમાં માણસો ને પ્રાણીઓ થી ઘણું નજીક જવા પણ મળે છે.


              માણસો થી ભરેલા પિંજરાઓ થી ઘણું નજીક લઈ જવામાં આવે છે. ખાવાની લાલચે થી પ્રાણીઓ પીંજરાની પાસે આવી જાય છે. ક્યારેક ક્યારેક પીંજરાની ઉપર પણ ચડી જાય છે. આ ખુબજ ડરવાનું હોય છે જેના કારણે કમજોર દિલ વાળા અહી જવાનું પસંદ નથી કરતા.


          જોવા આવતા તમામ લોકો ને પહેલાજ અંદર ખતરા વિષે વાકેફ કરવામાં આવે છે. આના સિવાય પિંજરાને તેમજ પ્રાણીઓ ઉપર 24 કલાક કેમેરા થી નજર રાખવામાં આવે છે અને કોઈ જોખમ માં તરત મદદ પહોચાડવામાં આવે છે.

        પ્રાણીસંગ્રહાલય ના પ્રવક્તા ચાન લીયાંગ નું કેહવું છે કે જયારે કોઈ જાનવર તમારી પાછળ આવે છે અથવા તો હુમલો કરવાની કોશિશ કરે છે એવો અનુભવ અમે લોકોને કરાવવા માંગ્યે છીએ. કહી દઈએ કે અહી તમે સિહ, બંગાળી સિહ, સફેદ વાઘ, રીછ જેવા પ્રાણીઓ ને માસ ને એવું ખવરાવી શકો છે.

0 કેમેન્ટ અહી કરો: