સેના ના તર્જ પર કામ કરતી ગ્રીન આર્મી એ લગાવ્યા 11500 છોડ                મંજિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે...

સેના ના તર્જ પર કામ કરતી ગ્રીન આર્મી એ લગાવ્યા 11500 છોડ


સેના ના તર્જ પર કામ કરતી ગ્રીન આર્મી એ લગાવ્યા 11500 છોડ


               મંજિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહિ હોતા હોસલો સે ઉડાન હોતી હૈ. છતીસગઢ ની રાજધાની રાયપુર ની ગ્રીન આર્મી પર આપેલી પંક્તિ ફીટ બેસે છે. સારા રૂમ માં બેસીને લાખો રૂપિયા કમાવા વાળા એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જયારે લાગ્યું કે આપના શહેર માં પર્યાવરણ સંકટ માં છે અને તેની હરિયાળી સમાપ્ત થઈ રહી છે ત્યારે તેને ધરતી ઉપર કામ કરવાનું મન બનાવી લીધું.

              રાયપુર ને ગ્રીન રાયપુર બનાવવા માટે તેણે 11 વર્ષ નો સમય નક્કી કર્યો અને શરુ કર્યું છોડ વાવવાનું. આ ટીમ નું કામ સેના ની તર્જ પર હતું એટલા માટે તે બ્રિગેડ નું નામ ગ્રીન આર્મીજ રાખી દીધું. એપ્રિલ 2017 માં 25 સભ્યો ની બનેલી આ ટીમ બે વર્ષ માં 1100 સભ્યો ને જોડી દીધા અને રાયપુર માં 11500 વિભિન્ન જાતી ના છોડ નું રોપાણ કર્યું.

         રાયપુર ની ગ્રીન આર્મી પોતાના મિશન માં ચુપચાપ જોડાયેલી રહે છે પરંતુ બે વર્ષ માં તેના કામ ના લીધે બધાના જીભ ઉપર પણ આવી ચુકી છે. હર બુધવારે ગ્રીન આર્મી ની બેઠક હોય છે અને તે રોપેલા છોડ અને દેખરેખ માટે ચર્ચા કરે છે. આ આર્મી આખા વર્ષ માટે પ્લાન બનાવી નાખે છે અને તેજ રીતે કામ પણ કરે છે. ગ્રીન આર્મી એ 208 જગ્યા ની પસંદગી કરી અને ત્યાં તેમણે 11500 છોડ નું રોપણ પણ કરી દીધું છે. સવથી સારી વાત એ છે કે રોપેલા છોડ માંથી 95 ટકા છોડ હજુ જીવિત પણ છે. ગ્રીન આર્મી ને એ પણ ખબર છે કે તેના છોડ ક્યાં સ્થાન પર બળી ચુકેલા છે.

        ગ્રીન આર્મી માં બધાજ સદસ્યો ને લીડર ની ભૂમિકા માં રાખવામાં આવેલ છે અહી કોઈ પણ પદ નક્કી કરવામાં આવતું નથી. બધાજ સદસ્યોને સરખું સ્થાન આપવામાં આવે છે.

0 કેમેન્ટ અહી કરો: