લગ્ન પહેલા રોહિત શર્મા ની મેનેજર હતી રિતિકા જાણો ફૂલ લવ સ્ટોરી             ટીમ ઇન્ડિયા ના સ્ટાર બલ્લેબાજ રોહિત શર્મા પિતા બની ચુક્ય...

લગ્ન પહેલા રોહિત શર્મા ની મેનેજર હતી રિતિકા જાણો ફૂલ લવ સ્ટોરી


લગ્ન પહેલા રોહિત શર્મા ની મેનેજર હતી રિતિકા જાણો ફૂલ લવ સ્ટોરી

rohit sharma love story

            ટીમ ઇન્ડિયા ના સ્ટાર બલ્લેબાજ રોહિત શર્મા પિતા બની ચુક્યો છે. તેની પત્ની રિતિકા સાજ્દેહ એક છોકરીને જન્મ આપ્યો છે. રોહિત શર્મા અને રિતિકા એ ડીસેમ્બર 2015 માં લગ્ન કર્યા હતા અને અત્યારે આ કપલ ની જીંદગીમાં એક નાની પરી પણ આવી ચુકી છે.

           રોહિત અને રિતિકા ની લવ સ્ટોરી ખુબજ રસપ્રદ છે. રોહિત અને રિતિકા સાજ્દેહ એ લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 2015 માં લગ્ન નો નિર્ણય લીધો. રીતિકા સાજદેહ એક સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની માં ઇવેન્ટ મેનેજર તરીકે કામ કરતી હતી અને તેણે રોહિત શર્મા ના ઘણા અસાઈનમેન્ટ મેનેજ કર્યા હતા. કામ દરમિયાન રોહિત અને રીતિકા ની મુલાકાત થઈ હતી જે ધીરે ધીરે દોસ્તી, પ્યાર અને પછી લગ્ન સુધી પહોચી ગઈ.

રોહિતે રિતિકા ને ખાસ અંદાજ થી કર્યો હતો પ્રપોજ

         રોહિત શર્મા એ રિતિકા ને ખાસ અંદાજ થી પ્રપોજ કર્યો હતો. રોહિત રિતિકા ને પ્રપોજ માટે બોરીવલી સ્પોર્ટ્સ ક્લબ ના મેદાન પર લઈ ગયા જ્યાં તેને 11 વર્ષ ની ઉમરે પહેલી વાર ક્રિકેટ રમી હતી.

        રોહિતે 28 એપ્રિલ 2015 એ રિતિકા ની સામે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો જેને રિતિકા એ સ્વીકાર કર્યો. ત્યાર બાદ રિતિકા એ સોસીયલ મીડિયા માં બંને નો એક ફોટો શેર કર્યો જેમાં તેના હાથ માં એન્ગેજમેન્ટ રીંગ નજર આવી. ત્યાર બાદ આ કપલ મીડિયામાં છવાય ગયુ. આ બંને એ 13 ડીસેમ્બર 2015 માં લગ્ન કર્યા.

કઈ રીતે થઈ રોહિત અને રિતિકા ની પહેલી મુલાકાત

       રોહિત એ ગૌરવ કપૂર ના શો “બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન” માં રિતિકા સાથે પોતાની લવ સ્ટોરી વિષે કહ્યું કે તેની પહેલી મુલાકાત કઈ રીતે થઈ. હું 20 વર્ષ નો હતો ત્યારે અમે એક શૂટ કરી રહ્યા હતા. મને ખબર ન હતી કે શું ચાલી રહ્યું છે, એટલા માટે હું શુટિંગ ની જગ્યા એ પહોચ્યો. યુવરાજ અને ઇરફાન પઠાણ પણ ત્યાં હતા. હું યુવીને તેના ટ્રેલર માં મળ્યો કેમ કે તે અમારાથી સીનીયર ખેલાડી છે, રિતિકા પણ ત્યાજ ટ્રેલર માં હતી. પરંતુ એના પહેલા હું રિતિકા સાથે વાત કરું યુવરાજ એ કહ્યું તેની સાથે હું વાત ના કરું તે તેની બહેન છે. એટલા માટે આખા શૂટ દરમીયા હું તેનાથી નારાજ હતો એટલા માટે હું વિચારી રહ્યો કે આમાં ઘમંડ શું.

       રોહિતે કહ્યું જયારે મારું શૂટ ચાલી રહ્યું હતું ત્યારે મને ખબર ન હતી કે કઈ રીતે વાત કરવાની છે. મારે થોડા ડાયલોગ બોવાના હતા જેને મેં બોલવાનો પ્રયત્ન કર્યો અને તે સારો રહ્યો. ત્યારબાદ ડાયરેક્ટર આવ્યા અને કહ્યું કે મારું માઈક નથી ચાલી રહ્યું એટલા માટે મારે બધુજ ફરીથી રેકોર્ડ કરવું પડશે. તે શૂટ દરમિયાન હું ત્યાં જતો હતો અને રિતિકા પણ ત્યાજ હતી. તે દરમિયાન મને રિતિકા એ પૂછ્યું કે મારે કોઈ વસ્તુની જરૂર છે. આ રીતે બધું શરુ થયું. ત્યારબાદ અમે બંને મિત્ર બન્યા અને તેણે મારું ઇવેન્ટ મેનેજમેન્ટ શરુ કર્યું.

0 કેમેન્ટ અહી કરો: