8મુ ફેલ આ છોકરાએ ઉભી કરી 2 હાજર કરોડ ની કંપની              કહેવામાં આવે છેને કે જો કોઈ પણ માણસ દિલ થી કોઈ વસ્તુને ચાહેને તો તેને સફ...

8મુ ફેલ આ છોકરાએ ઉભી કરી 2 હાજર કરોડ ની કંપની

8મુ ફેલ આ છોકરાએ ઉભી કરી 2 હાજર કરોડ ની કંપની

trishneet arora

             કહેવામાં આવે છેને કે જો કોઈ પણ માણસ દિલ થી કોઈ વસ્તુને ચાહેને તો તેને સફળ થવા થી કોઈ રોકી શકતું નથી. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે કહીશું જેણે પોતાના જુનુન ને જ પોતાનું લક્ષ બનાવ્યું અને તેને પૂરું કરવા માટે બધુજ લગાવી દીધું અને આજે રિજલ્ટ એ આવ્યું છે કે આજે પૂરી દુનિયા તેની સફળતાને સલામ કરે છે.

Trishneet Arora

           આપને વાત કર્યે છીએ ત્રીશનિત અરોરા (trishneet arora) ની જે 8મુ ફેલ હોવા છતાં પણ હિમ્મત ન હારીને આજે કરોડોનો માલિક પણ છે. ત્રીશનિત અરોરા (trishneet arora) નો જન્મ 2 નવેમ્બર 1993 લુધિયાણા (પંજાબ) માં થયો હતો. મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલ ત્રીશનિત અરોરા નું પહેલેથીજ ભણવામાં રૂચી ન હતી. તેને કમ્પ્યુટર પ્રત્યે એટલી રૂચી હતી કે પૂરો સમય તેમાજ વિતાવ્યા કરતો હતો એટલા માટે બાકી વિષયો પર તેમનું ધ્યાન રહેતું ન હતું.

         તેની કમ્પ્યુટર પ્રત્યે ની રુચીને કારણે અને બાકી વિષયોમાં ફેલ થવાના કારણે તેમના માતા પિતા પાસે થી ખુબજ ઠપકો મળ્યો. મિત્રો અને પરિવાર એ પણ ઘણો મજાક ઉડાવ્યો પણ તેણે હિમ્મત ના હારી. તેણે પોતાનો સંપૂર્ણ સમય કમ્પ્યુટર માં વીતાવાનું શરુ કર્યું અને કમ્પ્યુટર સાથે સાથે હેકિંગ ક્ષેત્ર માં ઊંડાણ પૂર્વક ધ્યાન દેવાનું શરુ કર્યું. પરંતુ તેમના માતા પિતાને આ બિલકુલ પણ પસંદ ના હતું. પરંતુ ત્રીશનિત અરોરા એ કમ્પ્યુટર નેજ પોતાનું કેરિયર બનવાનું નક્કી કર્યું.

          તેમના બાળપણ ની રૂચી ને કારણે તે બીજા વિષયો પર ધ્યાન ન આપી શકવાના કારણે અને 2 વિષયો માં પરીક્ષા ના આપવાના કારણે તે ફેલ થઈ ચુક્યા હતા. ત્યારે પોતાના 22 વર્ષ ની ઉમર ના વિચારો એ તેને સફળ બીજનસ માં ફેરવી નાખ્યું. આજે તે કરોડપતિ બની ચુક્યા છે.

          19 વર્ષ ની ઉમર એ તેણે કમ્પ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લીનીંગ કરવાનું સીખી લીધું હતું. ત્રીશનિત અરોરા ને તેના પહેલા પ્રોજેક્ટ માટે 60 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. તે પૈસા થી તેણે પોતાની કંપની શરુ કરી ટીએસી સિક્યુરીટી સોલ્યુશન.

         જોત જોતામાં આ કંપની આ ક્ષેત્ર માં દેશ ની નંબર 1 કંપની માં ગણાવા લાગી અને ત્રીશનિત અરોરા એક કામયાબ કરોડપતિ બની ગયા. હાલ માં રિલાયન્સ, સીબીઆઈ, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, અમુલ અને એવન સાયકલ જેવી કંપની ને સાઈબર સિક્યુરીટી ની સર્વિસ આપે છે. તેણે પુસ્તક જેવા કે “હેકિંગ ટોક વિથ ત્રીશનિત અરોરા” “દી હેકિંગ એરા” અને “હેકિંગ વિથ સ્માર્ટફોન” લખ્યા છે. 

       તેમણે નોર્થ ઇન્ડિયા ની પહેલી સાઈબર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ માટે પણ સેટઅપ કર્યું. 2018 માં જીકો મેગેજીન દ્વારા 50 સવથી પ્રભાવશાળી યુવા ભારતીયો માં ત્રીશનિત અરોરા નું નામ પણ હતું અને સાથે તેનું નામ ફોર્બ 30 અન્ડર એશિયા 2018 સૂચી માં એન્ટર પ્રોદ્યોગિક શ્રેણી માં પણ સામેલ છે. તેનું કહેવું એવું છે કે જુનુન ના આગળ બધીજ વસ્તુ નાની છે અને સફળતા તેજ છે જેને કામ પ્રત્યે લગાવ હોય.

0 કેમેન્ટ અહી કરો: