તમે પણ નહિ જાણતા હોવ તુલસી વિશેની આ ખાસ વાતો જળ ચડાવતી વખતે કરવો જોઈએ આ મંત્ર નો જાપ              હિંદુ ધર્મ માં તુલસી ના છોડ નું ખ...

તમે પણ નહિ જાણતા હોવ તુલસી વિશેની આ ખાસ વાતો જળ ચડાવતી વખતે કરવો જોઈએ આ મંત્ર નો જાપ

તમે પણ નહિ જાણતા હોવ તુલસી વિશેની આ ખાસ વાતો જળ ચડાવતી વખતે કરવો જોઈએ આ મંત્ર નો જાપ


             હિંદુ ધર્મ માં તુલસી ના છોડ નું ખુબજ મહત્વ છે. એટલા માટે હરએક પૂજા માં તુલસી ની જરૂર પડે છે. એટલુજ નહિ શાસ્ત્રો માં હિંદુ ધર્મ માં તુલસી છોડ ની પૂજા વિષે ના મહત્વ વિષે કહેવામાં આવ્યું હતું. એટલા માટે હર એક ઘર ના આંગણામાં એક તુલસી નો છોડ જરૂર હોય છે અને જળ ચડાવીને લોકો સવાર સાંજ પૂજા પણ કરે છે. એવામાં જો તમે તમારા ઘરના આંગણા માં તુલસી નો છોડ નથી લગાવ્યો તો આજેજ લગાવો કેમ કે ઘરના આંગણા માં તુલસી નો છોડ સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ આપે છે.

            તુલસી ના છોડ ને લઈ ને એવી માન્યતા છે કે તુલસી નાં છોડ ની પૂજા કરવામાં આવે તો બધાજ દેવી દેવતાઓ ના આશીર્વાદ મળે છે. આના શિવાય તુલસી ના પાંદડા નો ઉપયોગ દવાના રૂપ માં પણ કરવામાં આવે છે. કહી દઈએ કે ધર્મ શાસ્ત્રો માં એવા ઘણા બધા ઉપાયો બતાવામાં આવ્યા છે જેને કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે. આજે તમને એવી વાત વિષે કહેવા જઈ રહ્યા છીએ કે જેને કરવાથી ઘરમાં આર્થીક સુખ શાંતિ પણ બની રહે છે.

          આ ઉપાય ને કરવા માટે ઘરમાં તુલસી ના છોડ નું હોવું ખુબજ જરૂરી છે અને ઘરમાં તુલસી નો છોડ હોય તો તેને પાણી ચડાવવું ખુબજ જરૂરી છે. એવામાં જો તમે તુલસી ને જળ ચડાવી રહ્યા હોવ ત્યારે તમારે  'महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी| आधी व्याधि हरा नित्य, तुलसी त्वं नमोस्तुते||મંત્ર નો જાપ અવશ્ય કરવો જોઈએ કેમ કે આ મંત્ર થી તમારા દુખ દર્દ દુર થાય છે અને ઘરમાં ધન પણ વધે છે.


            તમારી જાણકારી માટે કહી દઈએ કે તુલસી ના છોડ ને રાત્રે સ્પર્શ ના કરવો જોઈએ અને એકાદશી, દ્વાદશી, ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ ના દિવસે તુલસી ના પાન ના તોડવા. આ દિવસ સિવાય તમે બીજા કોઈ પણ દિવસે તુલસી ના પાન તોડી શકો છો અને જયારે તમે તુલસી ના પાન તોડો છો ત્યારે 'ॐ भद्राय नमः'  મંત્ર નો જાપ જરૂર કરો.

0 કેમેન્ટ અહી કરો: