ઉભા રહી ને ખાવાનું ખાવાથી થઈ શકે છે આ 6 નુકશાન              આજકાલ ના સમય ની લાઈફસ્ટાઈલ માં એટલું બધું પરિવર્તન જોવા મળે છે કે પોતાન...

ઉભા રહી ને ખાવાનું ખાવાથી થઈ શકે છે આ 6 નુકશાન


ઉભા રહી ને ખાવાનું ખાવાથી થઈ શકે છે આ 6 નુકશાન


             આજકાલ ના સમય ની લાઈફસ્ટાઈલ માં એટલું બધું પરિવર્તન જોવા મળે છે કે પોતાના કામ ને સરળ બનાવવા માટે લોકો ખરાબ આદત અપનાવી લેતા હોય છે જેમાં ફાયદો ઓછો અને નુકશાન જાજુ થતું હોય છે. આ ખરાબ આદતો ને લીધે જીવનશેલી પર ઘણો પ્રભાવ પડે છે. પહેલાના સમય માં લોકો નીચે બેસીને જમવાનું જમતા હતા પરંતુ બદલતા સમય ને લીધે આજે લોકો ડાયનીંગ ટેબલ ઉપર જમવાનું વધુ પસંદ કરે છે. તમને કહી દઈએ કે નીચે બેસીને જમવાથી જે ફાયદો થાય છે તે લોકો ઉભા રહીને ખાવાથી થતો નથી અને શરીર ને ખરાબ અસર કરે છે.

              આજે આપણે ઉભા રહીને ખાવાનું ખાવાથી થતા નુકશાન વિષે કહેવા જઈ રહ્યા છીએ જેના વિષે તમને નહિ ખબર હોઈ.

1 ઉભા રહીને ખાવાનું ખાવાથી ખોરાક શરીર ની અંદર સરખી રીતે પાચન થઈ શકતો નથી જેના લીધે પાચન પ્રક્રિયા ખરાબ થાય છે અને પેટ ને લગતી બીમારી જેવી કે અપચો, કબજીયા અને એસીડીટી જેવી સમસ્યા થાય છે. ખોરાક નું સરખી રીતે પાચન ન થવાથી શરીર માં ફેટ કેલેરી જમા થાય છે જેના લીધે શરીર માં વજન વધારો થાય છે.

2 ઉભા રહીને ખાવાનું ખાવાથી શરીર માં સીધી અસર આતરડા ઉપર થાય છે જેના લીધે પેટ માં સોજો થઈ શકે છે.

3 જયારે તમે ઉભા રહીને ખાવાનું ખાવ છો તો તેની સીધી અસર સ્વાસ્થ્ય પર રહે છે જેના લીધે મન અશાંત રહે છે, એકાગ્રતા માં ઘટાડો થાય છે.

4 ઉભા રહીને ભોજન કરવાથી એસોફેગસ નળી જે ગાળા થી પેટ સુધી પાણી અને ભીજન લઈ જવામાં મદદ કરે છે તેના નીચલા હિસ્સા માં ખરાબ અસર થાય છે. તેવામાં આનું ખરાબ થવું અલ્સર જેવી બીમારી થઈ શકે છે.

5 અનુભવી ના કહેવા પ્રમાણે ઉભા રહીને ભોજન લેવાથી કીડની અને પથરી ની સમસ્યા વધી જાય છે. સાથે સાથે ઘુટણ તમેજ કમર દુખાવો રહે છે.

6 ભોજન લેવાની સાચી રીત એ છે કે જમીન ઉપર બેસીને ભોજન લેવું જોઈએ. નીચે બેસીને જો સમસ્યા રહેતી હોય તો તમે ડાયનીંગ ટેબલ નો ઉપયોગ કરી શકો છો અને ભોજન હમેશા પચાવી ને ખાવું જોઈએ જેના લીધે અપચોની બીમારી રહેતી નથી.

        ભોજન કરતા સમય બુટ અથવાતો ચપ્પલ ના પહેરવા જોઈએ જેના લીધે પગ ગરમ રહે છે. આયુર્વેદ અનુસાર ભોજન કરતા સમય પગ હમેશા ઠંડા રહેવા જોઈએ.

0 કેમેન્ટ અહી કરો: