આ છે ભારત ની સવથી સાફ નદી           આમ તો ભારત માં ઘણી નદીઓ છે પરંતુ એવી કોઈ નદી નથી વધી કે જેમાં સાફ પાણી દેખાતું હોય છે. એવામાં સ...

આ છે ભારત ની સવથી સાફ નદી


આ છે ભારત ની સવથી સાફ નદી


          આમ તો ભારત માં ઘણી નદીઓ છે પરંતુ એવી કોઈ નદી નથી વધી કે જેમાં સાફ પાણી દેખાતું હોય છે. એવામાં સરકાર પણ દેશ ની નદીઓ ને બચાવવા માટે સાફ સફાઈ અભયાન ચલાવી રહ્યા છે. પરંતુ આજે આપણે ભારત ની એવી નદી વિષે વાત કરીવા જઈ રહ્યા છીએ જેને જોઇને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. પરંતુ આ સત્ય છે.

ઉમનગોત નદી

         ભારત ના મેઘાલય ની રાજધાની શિલાંગ થી લગભગ 16 કિલોમીટર ની દુરી પર સ્થિત આ નદી નું નામ ઉમનગોત નદી છે.

         પૂર્વ જયંતીયા હિલ્સ જીલ્લા ના એક નાના એવા ગામ દાવકી થી થઈ ને આ નદી બાંગ્લાદેશ અને ભારત વચ્ચે વહે છે. તેના નીચે ગોળ પથ્થર ની રૂપ રેખા સાફ નજર આવે છે. ભારત માં સ્થિત આ નદી નું પાણી ખુબજ સાફ છે. આ એટલી સાફ છે કે તેમાં રહેલા પથ્થર ના નાના ટુકડા પણ સાફ રીતે જોઈ શકાય છે.         કાચ ની જેવી પારદર્શિત આ નદી ઉપર હોડી માં બેસીને ચાલવાથી એવું લાગે છે કે તે હોડી હવામાં ઉડી રહી છે. આ ખુબસુરત નદી ને જોઈએ લોકો ને બીજીજ દુનિયાનો અનુભવ થાય છે આ નદી નું સાફ પાણી આજ થીજ નહિ પરંતુ વર્ષો થી એટલુજ સાફ છે.         આ નદી માં મોટી સંખ્યામાં માછલી ઓ પણ જોવા મળે છે અને સાફ સફાઈ નું અહી ખુબજ ધ્યાન રાખવામાં આવે છે. અહી દેશ વિદેશ થી લોકો બોટિંગ કરવા માટે આવે છે.

0 કેમેન્ટ અહી કરો: