દુનિયા ના સવથી ઊંડા તળાવ વિષે જાણી ને તમે વિશ્વાસ નહિ કરી શકો World's Deepest Lake            રૂસ નું સવથી ઠંડુ ક્ષેત્ર છે સા...

દુનિયા ના સવથી ઊંડા તળાવ વિષે જાણી ને તમે વિશ્વાસ નહિ કરી શકો


દુનિયા ના સવથી ઊંડા તળાવ વિષે જાણી ને તમે વિશ્વાસ નહિ કરી શકો

World's Deepest Lake

World's Deepest Lake

           રૂસ નું સવથી ઠંડુ ક્ષેત્ર છે સાઈબિરિયા. અહી એક તળાવ છે જે દુનિયા નું સવથી ઊંડું અને રહસ્યમય તળાવ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ તળાવ લગભગ 3000 વર્ષ જુનું છે. સાથેજ આ તળાવ ની ઊંડાઈ 1624 મીટર છે. ઉનેસકો એ આ તળાવને વિશ્વ ધરોહર નો દરજ્જો આપ્યો હતો. તમને કહી દઈએ કે આ તળાવ ની જેટલી ઊંડાઈ છે તેના કરતા વધારે તેનું રહસ્ય છે. તો ચાલો જાણીએ આ તળાવ વિષે થોડી રોચક વાતો.

         આપણે વાત કરી રહ્યા છીએ બાઈકાલ તળાવ વિષે. વૈજ્ઞાનિક ના મુતાબિક આ તળાવ નું નિર્માણ જમીન ના નીચે થયેલી હલનચલન અને પ્લેટો નું એક બીજા સાથે અથડાવવા થી થયું હતું. ઘણા લોકોનું માનવું એવું છે કે આકાશ માંથી પડેલા કોઈ ટુકડાના કારણે આ તળાવ નું નિર્માણ થયું છે. 
ત્યાના સ્થાનીય લોકોનું કહેવું છે કે આ જીલ માં કોઈ મોટો રાક્ષસ રહે છે જે આ તળાવ ની રક્ષા કરે છે.

        ઘણા વર્ષો પહેલા ત્યાના સ્થાનીય માછીમાર નું કેહવું હતું કે તે લોકો એ તળાવ ના પાણી માં કાળા રંગ નું એક વિશાળકાય જાનવર નું માથું જોયું હતું જે પાણી ની ઉપર તરી રહ્યું હતું. આ તળાવ નો સંપર્ક યુએફઓ સાથે જોડાય ને જોઈ શકાય છે કેમ કે ઘણી વખત જોવા મળ્યું છે કે આ તળાવ ઉપર ઘણા પ્રકાર નો પ્રકાશ જોવા મળે છે. વર્ષ 2002 માં ત્યાના સ્થાનીય લોકો નો દાવો હતો કે એક ઉડનતશરી ને આ તળાવ ની અંદર પાણી માં જતી જોઈ. ત્યાર પછી રૂસ સરકારે નૌસેના ના એક સમૂહ ને તે જગ્યા પાસે મોકલ્યા હતા જ્યાં લોકો ઉડનતશરી જોયાનો દાવો કરી રહ્યા હતા.


        નૌસેના ની સાત લોકો ની ટીમ જયારે તળાવ માં ઉતરી ત્યારે સંજોગ ની વાત એ છે કે લગભગ 164 ફૂટ નીચે જઈને તેણે જોયું કે સિલ્વર રંગ ના સુટ પહેરીને 5 લોકો ત્યાં કઈક શોધી રહ્યા હતા. તે લોકો એ નેવી ની ટીમ ને ત્યાં જોઇને તેની પાછળ આવ્યા અને તેની ઉપર હુમલો કરી દીધો જેના લીધે ત્રણ જવાનના મોત થયા અને 4 જવાન પૂરી રીતે ઘાયલ થયા. ત્યાર બાદ સરકાર એ તે એરિયા ને પુરી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે જ્યાં આ ઘટના થઈ.


         કહેવામાં આવે છે કે આ તળાવ માં દક્ષીણ શેત્ર માં જબરદસ્ત ચુંબકીય પ્રભાવ છે જેના લીધે જહાજ ની ગુમ થયા હોવાની રીપોર્ટ પણ છે. પરંતુ ત્યાના સ્થાનીય લોકો ના માનવા પ્રમાણે તે તળાવ ની દક્ષીણ ક્ષેત્ર મા શ્રાપિત છે અને જગ્યા ખુબજ વિચિત્ર છે એટલા માટે સ્થાનીય લોકો ત્યાં જવું પસંદ નથી કરતા.

      પરંતુ આ તળાવ વિષે વૈજ્ઞાનિક નું કહેવું છે કે આ લોકોનું દ્રષ્ટી ભ્રમ છે. પરંતુ 2009 માં આ તળાવ માં હજારો ની સંખ્યામાં ગોળ ઘેરા બન્યા હતા. આ ઘેરા શું કામે બન્યા તેના વિષે ના તો વેજ્ઞાનિક પાસે કોઈ જાણકારી છે નાતો ત્યાં સ્થાનીય લોકો પાસે અને બાઈકાલ તળાવ નું આ રહસ્ય હજુ એક પહેલીજ બનીને ઉભું રહી ગયું છે.

0 કેમેન્ટ અહી કરો: