ઈન્જીન એ કારનું સવથી મહત્વ પૂર્ણ ભાગ હોય છે. કારનો કોઈપણ ભાગ ખરાબ થઇ જાય તો તે આસાનીથી બદલી શકાય છે પરંતુ એન્જીન એક એવું પાર...

આ 5 ભૂલ તમારા કાર નું એન્જીન કરી શકે છે ખરાબ...         ઈન્જીન એ કારનું સવથી મહત્વ પૂર્ણ ભાગ હોય છે. કારનો કોઈપણ ભાગ ખરાબ થઇ જાય તો તે આસાનીથી બદલી શકાય છે પરંતુ એન્જીન એક એવું પાર્ટ છે કે જે ખરાબ થવાથી ઘણો મોટો ખર્ચો થઇ જતો હોય છે. તમને કહી દઈએ કે કાર ચલાવનાર ઘણીવાર એવી ભૂલો કરી નાખતા હોય છે જે કરવાથી એન્જીન ખરાબ થવાની સંભાવના વધી જતી હોય છે. તો ચાલો જાણીએ તે આદતો વિષે.

ક્લચ ને દબાવી રાખવું
ક્લચ એ ગીયર બોક્સ અને એન્જીન ની વચ્ચે લીંક નું કામ કરે છે. ક્લચ નો સાચો ઉપયોગ ઈન્જીન ની લાંબી ઉમર, સારી એવરેજ અને ગીયર ને કોઈ પણ પ્રકાર ની ખરાબી થી બચાવી રાખે છે. તમને કહી દઈએ કે ઘણા લોકો ક્લચ ને વધુ દબાવી રાખે છે અથવાતો સરખી રીતે દબાવી નથી રાખતા તે એન્જીન ને નુકશાન પહોચાડી શકે છે.

સફર પૂર્ણ થયા બાદ ટર્બો એન્જીન ને બંધ કરી દેવું
જો તમારી પાસે પણ ટર્બોચાર્ડ કાર છે તો તમારે લાંબી સફર પછી તરત બંધ ના કરવું જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ પહોચવા આવો તો ગાડીને થોડી ધીમી પાડી શકો છો અથવાતો ત્યાં પહોચ્યા પછી ગાડીને થોડી વાર ચાલુ રાખી શકો છો જેના કારણે એન્જીન ઠંડુ થઇ જશે ત્યારે બાદ તેમને બંધ કરી શકો છો. ઓઈલ કુલીંગ વળી ડીઝલ ઈન્જીન કારમાં સવથી વધારે પ્રભાવ પડે છે અને ભારત માં વધુ ટર્બો ઓફર કરવામાં આવે છે.

સર્વિસ સમયે ના કરવી
ગાડીની સર્વિસ કરવી ખુબજ જરૂરી છે. લોકો સર્વિસ વિષે પુરતું ધ્યાન નથી આપતા. સમયસર સર્વિસ ના કરવાથી એન્જીન માં ખરાબી આવી શકે છે.

એન્જીન ને રેસ કરવું
વધુ ગીયર સિલેક્ટ કર્યા પછી લોકો ગાડીને રેસ કરતા હોય છે જે કરવું ગીયર માં ઘર્ષણ ઉત્પન્ન થાય છે કેમ કે આ દરમીયા એન્જીન નું રાઉન્ડ પર મિનીટ ઓછી હોય છે. તેનાથી કાર એન્જીન ને ખુબજ નુકશાન થાય છે. કોલ્ડ સ્ટાર્ટ પર એન્જીન ને ખુબ રેસ આપવું ઘણું નુકશાન થઇ શકે છેન એટલા માટે એન્જીન ને ગરમ થવા દેવું જોઈએ.

સસ્તું ઓઈલ
એન્જીન માં ઓઈલ ખુબજ મહત્વનું હોય છે. એન્જીન માટે જે લખેલું હોય તેજ ઓઈલ નું વપરાશ કરવો જોઈએ. લોકો થોડા પૈસા બચાવવા માટે એન્જીલ ઓઈલ માં ફેરફાર કરી નાખતા હોય છે.

0 કેમેન્ટ અહી કરો: