લગ્ન પછી પતિ પોતાની પત્ની ની બધીજ ફરજ સ્વીકાર કરે છે અને જીંદગીભર તેનું પાલન કરે છે. આજે આપણે 83 વર્ષ ના એક એવા વૃદ્ધ ની વાત કરીશું જ...

83 વર્ષ નાં એક વૃદ્ધ માણસ ખરીદ્યા 55000 ગાઉન જાણો તેની પાછળ નું કારણ


લગ્ન પછી પતિ પોતાની પત્ની ની બધીજ ફરજ સ્વીકાર કરે છે અને જીંદગીભર તેનું પાલન કરે છે. આજે આપણે 83 વર્ષ ના એક એવા વૃદ્ધ ની વાત કરીશું જેણે આ ફરજ નું પાલન પણ કર્યું છે. તેણે તેની પત્ની માટે એવું કરીને દેખાડ્યું કે તે ક્ષણભરમાજ બધાના ચહિતા બની ગયા.

અહી આપણે વાત કરી રહ્યા છીએ 83 વર્ષીય પોલ બ્રોકમેન નામના એક વ્યક્તિ વિષે. પોલ તેની પત્ની ને ખુબજ પ્રેમ કરે છે. માર્ગેટ ને દરરોજ એક ડ્રેસ ને ફરીવાર પહેરવો ના પડે તેના માટે તેણે કુલ 55000 કપડા માર્ગેટ ને ગીફ્ટ કર્યા.


ઇસ્ટ એરિજોન માં મેસર માં રહેવા વાળા આ દંપતી ની મુલાકાત આજ થી ઘણા વર્ષ પહેલા એક ડાન્સ શો દરમિયાન થઇ હતી. તે દિવસે ડાન્સ કરતા કરતા બંને એક બીજાથી કેટલા પાસે આવી ગયા ખબર પણ નાં પડી. પોલ બ્રોકેન ની ઈચ્છા હતી કે માર્ગેટ ક્યારેય પણ એક ડ્રેસ ને ફરીવાર રીપીટ ના કરે અને તેના ચાલતા 61 વર્ષ થીજ ડિજાઈનર ડ્રેસ ખરીદતા જઈ રહ્યા છે અને અત્યારે તેની પાસે 55000 ડિજાઈનર કપડા થઇ ચુક્યા છે.

આ કપડાને પોલ પોતાના ગેરેજ માં સજાવીને રાખે છે. ગેરેજ માં હવે જગ્યા ના હોવાથી પોલે સાલ 2014 માં કપડાની ખરીદી ઉપર રોક લગાવી દીધી છે. દરરોજ માર્ગેટ ને એક નવા કપડામાં જોઇને તેનું દિલ ખુબજ ખુશ થઇ જાય છે અને આ ખુશી ને વારંવાર કરવા માટે છેલ્લા ઘણા વર્ષો થી આવું કરતા આવ્યા છે.

0 કેમેન્ટ અહી કરો: