કહેવામાં આવે છે કે ઈરાક માં આવું પહેલીવાર થયું છે જયારે કોઈ મહિલા એ સેપ્લેટ એટલે કે 7 બાળક ને એક સાથે જન્મ આપ્યો હોય. ...

કહેવામાં આવે છે કે ઈરાક માં આવું પહેલીવાર થયું છે


              કહેવામાં આવે છે કે ઈરાક માં આવું પહેલીવાર થયું છે જયારે કોઈ મહિલા એ સેપ્લેટ એટલે કે 7 બાળક ને એક સાથે જન્મ આપ્યો હોય. 25 વર્ષીય આ મહિલા નું નામ શું છે તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ એક નોર્મલ ડીલીવરી હતી અને 6 પુત્રી અને 1 પુત્ર ને જન્મ આપ્યા પછી માતા એકદમ સ્વસ્થ છે. આ અનોખી ઘટના પૂર્વી ઈરાક ના દિયાળી પ્રોવિન્સ હોસ્પિટલ ની કહેવામાં આવે છે. પરિવાર માં 3 બાળકો પહેલે થી છે અને હવે તેની સંખ્યા 10 થઇ ચુકી છે. પરંતુ આ વિષે તે બાળકોના પિતા યુસુફ ફેદલ નું કહેવું છે કે તેણે એટલા બાળકોની પ્લાનીગ કરી ન હતી.

        આના પહેલા લેબનાન ના સેટ જોર્જ યુનિવર્સીટી હોસ્પિટલ માં છ બાળકોને જન્મ આપ્યો હતો. અહી એક મહિલા એ 3 બાળકી અને 3 બાળક ને જન્મ આપ્યો હતો. આ રીતે આ મહિલા એ 7 સ્વસ્થ બાળકોને જન્મ આપીને નવો કીર્તિમાં સ્થાપિત કરી દીધો છે.

0 કેમેન્ટ અહી કરો: