જો ઘરમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિ અને ફોટા રાખેલા હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ યોગ્ય માનવામાં નથી આવતું. રાખવામાં વાંધો ...

ઘરમાં પૂજા કરતા હોવ તો વાંચી લો આ એકવાર


           જો ઘરમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિ અને ફોટા રાખેલા હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ યોગ્ય માનવામાં નથી આવતું. રાખવામાં વાંધો નથી પણ તેની ગોઠવણીથી મુશ્કેલી થાય છે. જો ભગવાનની છબિ કે મૂર્તિ સરખી રીતે ન રાખવામાં આવે તો તેનાથી નકારાત્મકતા વધે છે. જેની અસર ઘરની સુખ-શાંતિ પર થાય છે. આર્થિક સ્થિતિ કથળે છે. લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ કઈ ભુલ ન કરવી જોઈએ અને ઘરમાં કેવી મૂર્તિઓને સ્થાન આપવું જોઈએ.

1. ઘરમાં પંચદેવની મૂર્તિ રાખી શકાય. જેમાં શિવ, પાર્વતી કે શક્તિ, ગાયત્રી, ગણપતિ અને હનુમાનજીનો સમાવેશ થાય છે. 

2. જો ઘરમાં સપ્તદેવ રાખવા ઈચ્છતા હોય તો પંચદેવ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી દેવી રાખવા જોઈએ.

3. જો ઘરમાં નવ દેવ રાખવા ઈચ્છતા હોય તો સપ્તદેવ દેવ ઉપરાંત કૂળદેવી અને ગુરુ દત્તને સ્થાન આપી શકાય.

4. ઘરમાં ક્યારેય શિવલિંગ ન રાખવું, જો શિવલિંગ ઘરમાં રાખવામાં આવે તો તે ક્યારેય અપૂજ ન રાખવું  જોઈએ. ભગવાન શંકરની મૂર્તિ કે ફોટો રાખી શકાય છે.

5. સૂર્ય ભગવાનની ત્રાંબાની આકૃતિ ઘરમાં રાખવી જોઈએ.

6. ગણેશજીની એવી મૂર્તિ ઘરમાં રાખવી કે જેની સૂંઢ જમણી તરફ વળેલી હોય. તેમજ તેમની સૂંઢમાં લાડૂ રાખેલો હોય. ગણેશજીની મૂર્તિ ઘરમાં બેઠેલી અને વ્યવસાયના સ્થળે ઊભી હોવી જોઈએ.

7. જો ભગવાન કૃષ્ણની મૂર્તિને સ્થાન આપવા ઈચ્છતા હોય તો ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની બેઠેલી મુદ્રાની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. ઉપરાંત રાધા કૃષ્ણના યુગલ સ્વરૂપની ઊભી તસવીર કે મૂર્તિ ઘરમાં રાખવાથી લાભ મળે છે.

8. જેના ઘરમાં શંખ હોય છે ત્યાં બધું જ મંગલમય જ થાય છે. જે ઘરમાં શંખની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીજી સ્થાયી વાસ કરે છે.

9. જે ઘરમાં એકાક્ષી નાળિયેરની પૂજા કરવામાં આવતી હોય છે ત્યાં લક્ષ્મીજીની કૃપા થાય છે. ત્યાં અન્ન અને ધનની ખામી રહેતી નથી.

10. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને પોતાનાપણું જળવાઈ રહે તે માટે રામ દરબારની સ્થાપના કરવી જોઈએ.

0 કેમેન્ટ અહી કરો: