ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ગ્રાહકોને ટીવી ચેનલ પસંદ કરવા માટેની ડેડલાઇન વધારી દીધી છે. સબ્સક્રાઇબર્સ ...

હવે આ તારીખ સુધી પસંદ કરો તમારી મનપસંદ ચેનલ


             ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ગ્રાહકોને ટીવી ચેનલ પસંદ કરવા માટેની ડેડલાઇન વધારી દીધી છે. સબ્સક્રાઇબર્સ હવે 31 માર્ચ 2019 સુધી પોતાના જુના પ્લાનના યથાવત્ રાખી શકે છે. આ પહેલા ટીવી ચેનલ પસંદ કરવાની ડેડલાઈન 29 ડિસેમ્બર હતી. જે પછી 31 જાન્યુઆરી કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીથી TRAIનો નવો નિયમ લાગુ થયો હતો. જેમાં ગ્રાહક પોતાની મનપસંદ ચેનલ જોઈ શકાશે અને તેને ફક્ત આ ચેનલોના જ પૈસા આપવાના રહેશે.

શું છે ટ્રાઇનો નવો નિયમ?
ટ્રાઇએ કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટે લાગુ થઈ રહેલા નવા નિયમમાં કહ્યું છે કે તે ગ્રાહકો ઉપર ટીવી ચેનલ થોપી શકે નહીં. ગ્રાહકો પાસે ટીવી ચેનલ પસંદ કરવાની આઝાદી હોવી જોઈએ. આ માટે બધા બ્રોડકાસ્ટર્સને પોતાના ચેનલને બુકેના રુપમાં ઉપલબ્ધ કરાવવા પડશે. જેથી ગ્રાહકો પોતાની પસંદ પ્રમાણે ચેનલ પસંદ કરી શકે છે. ટીવી સ્ક્રિન ઉપર દરેક ચેનલની કિંમત લેખેલી હશે.

હકોને હવે જલ્દી જ તેમની પસંદગીની ચેનલ નક્કી કરવી પડશે. ટ્રાયે મનગમતી ચેનલ પસંદ કરવા માટે એક વેબ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. આ એપ દ્વારા તમે કેબલ અને ડીટીએસ ઓપરેર્ટ્સ દ્વારા આપવામાં આવેલા પેક્સ અને તેની કિંમતોનો અંદાજો લગાવી શકાય છે. ટ્રાઇના આ એપની મદદથી ઉપભોક્તા તેમની પસંદની ચેનલના બિલનું પ્રિન્ટ પણ નીકાળી શકે છે. આ પ્રિન્ટને તેમના કેબલ કે ડીટીએસ ઓપરેટ્સને આપી શકે છે.

ટ્રાઇના મતે 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને DTH ગ્રાહકોએ પોતાની પસંદની ચેનલ પંસદ કરી લીધી છે.

0 કેમેન્ટ અહી કરો: