આજના સમય માં સોસીયલ મીડિયા એક એવું માધ્યમ છે કે રાતો રાત કોઈને પણ સેલીબ્રીટી બનાવી નાખે છે. વાત કઈક એવી છે કે સોસીયલ મીડિયામ...

સોસીયલ મીડિયામાં આ ફોટો થઇ રહી છે વાયરલ         આજના સમય માં સોસીયલ મીડિયા એક એવું માધ્યમ છે કે રાતો રાત કોઈને પણ સેલીબ્રીટી બનાવી નાખે છે. વાત કઈક એવી છે કે સોસીયલ મીડિયામાં એક ફોટો ખુબજ ફટાફટ વાયરલ થઇ રહ્યો છે. જેમાં માસુમ છોકરાઓ સેલ્ફી લઇ રહ્યા છે. ખાસ વાત એ છે કે માસુમ બાળકોનો પોજ એવો છે કે ઘણા બોલીવુડ સ્ટાર પણ ખુશ થયા છે અને તેણે પણ આ ફોટો પોતાના સોસીયલ અકાઉન્ટ માં શેયર કર્યો છે.

        સોશિયલ મીડિયામા જે 5 બાળકો ની સેલ્ફી લેતી ફોટો વાયરલ થઇ રહી છે. તે ફોટો ની ખાસ વાત એ છે કે તે બાળકો જે વસ્તુ થી સેલ્ફી લઇ રહ્યા છે તે કોઈ સ્માર્ટફોન નથી પરંતુ ચપ્પલ છે. બાળકો ના આ અંદાજ ના કારણે લાખો લોકો દીવાના થઇ ચુક્યા છે. ઘણા લોકો આ ફોટો ને ફેસબુક પર શેર કરી રહ્યું છે અને ઘણા લોકો પોતાના સ્ટેટસ માં મૂકી રહ્યા છે. એટલુજ નહિ પરંતુ બોલીવુડ ના ઘણા સ્ટાર સુનીલ શેટ્ટી, બોમન ઈરાની. અનુપમ ખેર એ પણ આ ફોટો શેર કર્યો છે. એટલુજ નહિ પરંતુ અમિતાભ બચ્ચને પણ પૂછ્યું છે કે શું આ ફોટો ફોટોશોપ થી બનાવામાં આવી છે.

         પરંતુ એ ખબર નથી પડી કે તે ફોટો માં જોઈ રહેલા બાળકો કોણ છે અને કોણે તે ફોટો ખેચેલી છે પરંતુ જેણે તે ફોટો ખેચેલી છે તે પણ આ ફોટો ને મોહિત થઈને નથી રહી ચુક્યા. આજ કારણ ને લીધે મશહુર ભારતીય ફોટોગ્રાફ અતુલ કસબેકર એ આ ફોટો ને પોતાના ટ્વીટર અકાઉન્ટ માં શેર કરી ને લખ્યું કે “હું વ્યક્તિ ગત રીતે આ ફોટો માં રહેલા બધાજ બાળકો ને કઈક આપવા માંગું છું.”

0 કેમેન્ટ અહી કરો: