આશિમા શર્મા ફેશન ડિજાઈનર અને આશિમા એસ કુટોર ની સ્થાપક છે. તે છેલ્લા 5 વર્ષ થી પોતાનું ફેશન પોર્ટલ ચલાવી રહી છે. આજે ફેશન ની દુનિયામાં...

પોતાના દમ ઉપર ફેશન ઉદ્યોગ માં પોતાનું સ્થાન બનાવનાર આશિમા શર્મા ની કહાની


આશિમા શર્મા ફેશન ડિજાઈનર અને આશિમા એસ કુટોર ની સ્થાપક છે. તે છેલ્લા 5 વર્ષ થી પોતાનું ફેશન પોર્ટલ ચલાવી રહી છે. આજે ફેશન ની દુનિયામાં પોતાનું નામ બનાવી ચુકેલી આશિમા શર્મા 7 વર્ષ ની ઉમરથી પાર્ટરેટ બનાવવું, પેન્ટિંગ કરતી આવી રહી છે. કળા માં પોતાની આ આવડતે તેને આ મુકામ ઉપર પહોચાડી. આ ક્ષેત્ર માં રૂચી હોવાના કારણે તેણે આ ક્ષેત્ર માં પોતાનું કરિયર બનવાનું વિચાર્યું.  તેના માટે તે લોસ એન્જેલેસ ગઈ અને તેને ફેશન ડિજાઈનર ઇન્સ્ટીટયુટ થી ફેશન ડિજાઇનિંગ નો કોર્સ કર્યો.

ત્યારબાદ ભારત આવ્યા પછી ફેશન ઉદ્યોગ માં જ્ઞાન પ્રાપ્ત કાર્ય બાદ તેણે પોતાની ફેશન બ્રાંડ આશિમા એસ કુટોર ખોલ્યો. પોતાની મહેનત અને લગન થી થોડાજ વર્ષો માં તેણે પોતાનું સ્થાન બનાવ્યું અને આ ફક્ત શરૂવાત છે. સાથે સાથે ફેશન શો માં પોતાના કલેક્શન ને પણ પ્રદર્શિત પણ કર્યા છે.

તેને ઘણા આંતરરાષ્ટ્રીય બેન્ડ તેમજ આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરી માં કલાકર ના રૂપ માં પણ કામ કર્યું છે. સાથે આસીમાને લખવાનો પણ શોખ છે તે વ્યંગપૂર્ણ કવિતાઓ, સ્ક્રીપ્ટ તેમજ આર્ટીકલ લખે છે. લેખક માં રૂચી હોવાના કારણે તે આજે ઓનલાઈન વેબસાઈટ એશી માઈન્ડ સોલન નામ થી ચલાવે છે. તેમાં તે ફક્ત પ્રેરણાત્મક લેખ લખે છે. તે સાથે સાથે અધ્યાત્મિક માં પણ રૂચી રખે છે.

એવામાં તે ખુબજ પ્રતિભાવાન સ્ત્રી છે જે પોતાના જુનુન થી ઉભી છે. તે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કામ કરી રહી છે જેણે તેના ડિજાઈન , ચિત્રો, અને સાહિત્યિક કર્યો માં વિભિન્ન શેલીયો માં પોતાનું યોગદાન આપ્યું છે. તેનું કામજ તેને સમય સમય પર સેલેબ્રીટી અને પ્રસિદ્ધ બ્રાન્ડો સાથે જોડાયેલું રાખે છે.

તેને 2018 માં વુમેન એક્સીલેન્સ અવાર્ડ થી સમ્માની કરવામાં આવી છે. 2015 માં તેણે એલ એ સી એમ એ લોસ એંજેલેસ માં વિશ્વ માં 19 મુ સ્થાન પ્રાપ્ત કર્યું અને 2012 માં પર્થ આંતરરાષ્ટ્રીય આર્ટ ફેસ્ટીવલ માં બેસ્ટ આંતરરાષ્ટ્રીય ટેલેન્ટ થી સમ્માનિત કરવામાં આવી છે.

0 કેમેન્ટ અહી કરો: