શરીર માં રહેલા પીઠ નું હાડકું ઉપર ના ભાગને ટેકો આપવામાટે ખુબજ મદદગાર સાબિત થઇ શકે છે. લાંબા સમય સુધી તનાવ વાળું કામ કરવાથી પીઠ ને લગતી...

પીઠના દુખાવાથી બચવા માટે રાખો આટલું ધ્યાન


શરીર માં રહેલા પીઠ નું હાડકું ઉપર ના ભાગને ટેકો આપવામાટે ખુબજ મદદગાર સાબિત થઇ શકે છે. લાંબા સમય સુધી તનાવ વાળું કામ કરવાથી પીઠ ને લગતી સમસ્યા થઇ શકે છે. લગાતાર ઘણા કલાકો સુધી કામ કરવું અથવાતો બેઠા બેઠા કોઈ પણ કામ કરવું લાંબા સમય સુધી તો પીઠ ને લગતી સમસ્યા થઇ શકે છે. આ પ્રકાર ની જીવન શૈલી માં હાડકા ઉપર નું પ્રેશર વધે છે અને વિકૃત થાય છે. આના સિવાય ખાવામાં કેલ્શિયમ ની ઉણપ તેમજ ધુમ્રપાન, દારૂ અથવાતો વ્યવસ્થિત ના બેસવાના કારણે પીઠ ની સમસ્યા રહે છે.

આ રીતે રાખો ખ્યાલ

સાચી રીતે ઉપાડો સામાન
     ખરાબ રીતે સામાન ઉપાડવો પીઠ માં દુખાવાની સમસ્યા થાય છે. ક્ષમતા કરતા વધુ સામાન ઉપાડવાથી પીઠમાં સોજા જેવી બીમારી થઇ શકે છે અને વધુ પડતો વજન હાડકા ઉપર વધું દબાવ બનાવે છે.

સરખી રીતે ના સુવું
       પીઠ ઉપર સુવું એ પીઠ તેમજ કમર ની માસપેસીઓને આરામ આપે છે અને હાડકા ની સામાન્ય મુદ્રાને બનાવી રાખે છે. પેટ ઉપર સુવું તે પેટ ની માસ પેસીઓને ટોન કરે છે. એટલા માટે 20% સીધું તેમેજ ઉલટું તેમજ પેટ ના બળ પર સુવું જોઈએ.

પેટ ની ચરબી ને ઘટાડો
      પીઠ નું હાડકું માસપેસીઓ ઉપર ઘણું નિર્ભર કરે છે. માસપેસીઓ ને કારણે ખેચાણ આવે છે જેના કારણે તે કમજોર બને છે અને હાડકાને નબળું બનાવે છે.

નશો ના કરવો જોઈએ
     હાડકા તેમજ માસપેસીઓ ની સારી સેહત માટે શરીર માં ઓક્સીજન ની જરૂરી માત્રા હોવી ખુબજ જરૂરી છે. નિકોટીન શરીર માં ઓક્સીજન ની માત્રા ને ઓછી કરે છે. જેના કારણે હાડકાની અંદર ની જોડ ઉપર અસર કરે છે.

પ્રોટીન તેમજ કેલ્શિયમ નો ભરપુર આહાર લેવો
      પ્રોટીન તેમજ કેલ્સિયમ ની ભરપુર માત્રા ઓસ્ટીયોપોરોસીસ થી બચાવે છે. રીઢ ના હાડકાને મજબુત બનાવે છે. જેના કારણે રીઢ ના હાડકામાં ફ્રેકચર ની સમસ્યા ઓછી રહે છે. હાડકા તેમજ સેહત માટે જરૂરી વવિટામીન ડી માટે રોજે થોડો સમય સુરજ ના તડકામાં રહેવું જોઈએ

0 કેમેન્ટ અહી કરો: