આજના યુગ માં બાળકો બહાર જઈને રમવાના બદલે ઘરમાંજ ટીવી અને કમ્પ્યુટર ઉપર બેસી રહેતા હોય છે. આની સીધીજ અસર તેના શારીરિક ગ્રોથ ...

બાળકો માટે રમવું કેટલું છે જરૂરી? જાણો પૂરી વિગત          આજના યુગ માં બાળકો બહાર જઈને રમવાના બદલે ઘરમાંજ ટીવી અને કમ્પ્યુટર ઉપર બેસી રહેતા હોય છે. આની સીધીજ અસર તેના શારીરિક ગ્રોથ ઉપર પડે છે.

           હાલમાંજ કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ એક વાત સામે આવી છે કે કમ્પ્યુટર ગેમ ના યુગ માં બાળકોને ઘરની બહાર જઈને બીજા છોકરાઓ જોડે રમવું ખુબજ જરૂરી છે. આટલુજ નહિ પરંતુ શોધ માં એવું પણ કહેવામાં આવ્યું કે બાળકો માટે બહાર જઈને રમવું જેટલું જરૂરી છે તેટલું સાથે મોટી ઉમર ના લોકો માટે જરૂરી છે.

              શોધ કરી છે રાઈટ યુનીવર્સીટી ના પ્રમુખ શોધકર્તા લોરા કબીરી અને બીજા શોધકર્તા ઓ નું કેહવું છે કે સમસ્યા એ વાત ને લઈને છે કે કેટલો સમય સક્રિય રહેવું જીવનશૈલી માટે સારું છે.

             શોધકર્તા એ કહ્યું કે પરિવાર ના સભ્યો એ બાળકોને હર એક દિવસ શારીરિક ગતિવિધિ માટે વધુ સમય આપવો જોઈએ. કબીરી એ કહ્યું કે જો પરિવાર ના લોકો જો પોતાના બાળકોને ઝડપથી સ્વાસ લેતા અને બાળકોને પરસેવો પડતા નથી જોતા તો તે પરિશ્રમ નથી કરી રહ્યા.

            તેણે એ પણ કહ્યું કે બાળકોને ઘરની બહાર લાવો અને તેને દોડવાનું તેમજ બીજા બાળકો સાથે રમવા માટે પ્રોત્સાહિત કરો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના અનુસાર બાળકોને એક દિવસ માં એક કલાક ની એરોબિક ગતિવિધિ કરવી જોઈએ.

0 કેમેન્ટ અહી કરો: