અમેરિકાના ન્યુજર્સી માં રહેવાવાળા આ કપલ નીક ઓસ્ટ અને જો ને જયારે ડેટ શરુ કરી ત્યારે પહેલી ડેટ માજ નક્કી કર્યું હતું કે તેના...

અમેરિકાના આ કપલ એ લગ્ન ના પોશાકમાં મનાવ્યું 33 દેશો માં હનીમુન          અમેરિકાના ન્યુજર્સી માં રહેવાવાળા આ કપલ નીક ઓસ્ટ અને જો ને જયારે ડેટ શરુ કરી ત્યારે પહેલી ડેટ માજ નક્કી કર્યું હતું કે તેના લગ્નનું પહેલું વર્ષ તે ખાસ બનાવશે. તેણે આ નક્કી ત્યારે કર્યું હતું જયારે તે ફક્ત હાઈસ્કુલ માં હતા અને લગ્ન ના બે વર્ષ પહેલાજ તેમણે પૈસા ભેગા કરવાનું શરુ કરી દીધું. તેના પછી 2016 માં બંને એ એન્ગેજમેન્ટ કરી અને ડીસેમ્બર 2017 માં તેમણે લગ્ન અને ત્યારે બાદ 2018 માં પોતાના હનીમુન માટે નીકળી ગયા. અહીથીજ શરુ થયો તેનું વર્ષ ખાસ બનાવવાની શરૂવાત, જેનાથી તેમને નક્કી કર્યું હતું કે દુનિયા ફરવાનું અને એ પણ તેમની વેડિંગ ડ્રેસ માં. બંને એ 33 દેશ ફરતા પોતાનું હનીમુન મનાવ્યું.

           પોતાના સફર ની શરૂવાત તેમણે થાઈલેન્ડ થી કરી હતી અને પહેલા દસ મહિના તે માઉન્ટ એવરેસ્ટ નેપાળ, ચીન ની દીવાલ, દુબઈ, રોમ, ફ્રાંસ, તુર્કી, ઇન્ડોનેશિયા, જાપાન, ગ્રીસ, ન્યુજીલેન્ડ. ઓસ્ટ્રેલીયા, સર્બિય, દક્ષીણ આફ્રિકા, ઈજરાઈલ, સિંગાપુર, મીસ્ત્ર, શ્રીલંકા અને સ્વીજરલેન્ડ વગેરે માં ગયા. બધીજ જગ્યાએ તેમણે પોતાનો લગ્ન નો પોશાક પહેર્યો. ખાસ વાત એ પણ છે કે તેમની આ યાત્રામાં ભારત પણ શામિલ હતું અને અહી આવવા પર નીક અને જો એ તાજમહાલ પણ જોયો. વિશેષ રૂપ થી જો એ ભારતીય સંસ્કૃતિને ફોલવ કરતા ગાઉન ની સાથે દુપટ્ટો પણ ઓઢીયો અને માથા ઉપર ચાંદલો પણ લગાવ્યો. તેમનો હનીમુન નો છેલ્લો પડાવ સેશેલ્સ રહ્યું.

          યુએસએ ટુ ડેય અનુસાર જો નું કહેવું છે કે તમને તેમના આ સબંધ થી ખુબજ પ્રેમ છે એટલા માટે તેને લાગતું હતું કે જીવન માં એક વાર વેડિંગ ડ્રેસ પહેરવું કાફી નથી. સાથે સાથે તેને એવું પણ લાગતું હતું કે દુનિયા એટલી મોટી છે તો તેમે આખી જીંદગી એકજ શહેર માં કઈ રીતે વિતાવી શકો છો. આ વાતો ને લઈને તેણે આખી દુનિયા ફરી એન સાથે તેમની વેડિંગ ડ્રેસ પણ સાથે લીધી હતી. આ યુગલે પોતાના સફર ને દુનિયા સાથે પરિચિત કરાવવા માટે ઈંસ્ટાગ્રામ માં પણ અકાઉન્ટ ખોલ્યું. આ અકાઉન્ટ માં તેમના લગભગ 40 હજાર ફોલોવર પણ છે. અત્યારે તે પાછા ફરી ચુક્યા છે અને તે ન્યુજર્સી થી ન્યુયોર્ક ના બ્રુકલીન શહેર માં શિફ્ટ થઇ રહ્યા છે.

0 કેમેન્ટ અહી કરો: