છેલ્લી ટી20 મેચ માં ભલે ટીમ ઈન્ડિયાને ન્યુજીલેન્ડ સામે હાર નો સામનો કરવો પડ્યો પરંતુ મેદાન માં થયેલ એક દ્રશ્ય એ બધાનું ધ્...

ધોની શા માટે તિરંગાને નથી લગાવતા પોતાના હેલ્મેટ ઉપર?            છેલ્લી ટી20 મેચ માં ભલે ટીમ ઈન્ડિયાને ન્યુજીલેન્ડ સામે હાર નો સામનો કરવો પડ્યો પરંતુ મેદાન માં થયેલ એક દ્રશ્ય એ બધાનું ધ્યાન ત્યાં ખેચી લીધું અને તે દરમિયાન ધોનીનું તે રાજ ખુલી ગયું કે તે પરના હેલ્મેટ માં તિરંગો શા માટે નથી લગાડતા.

            ન્યુજીલેન્ડ ની ઇનિંગ દરમિયાન ભારતીય એક પ્રશંસક સુરક્ષા ને તોડીને મેદાન માં ઘુસી આવ્યો. તે ધોની ની નજીક પહોચી ગયો અને ઘુટણ ઉપર બેસીને ધોનીના પગ પકડવા લાગ્યો. એ સમયે ધોની નું ધ્યાન તે પ્રશંસક ની જગ્યા પર તિરંગા ઉપર હતું. ત્યારે ધોનીએ તે તોરંગો તેના હાથ માંથી લઈને પોતાની પાસે રાખી લીધો અને તે પ્રશંસક ને ત્યાંથી જલ્દી થી જવાનું કહ્યું.

             તિરંગા પ્રત્યેનું આ સમ્માન જોઇને સોસીયલ મીડિયા પર ધોનીના વખાણ કરવામાં આવી રહ્યા છે.તિરંગા પ્રત્યે નું આ સન્માનના કારણે ધોની પોતાના હેલ્મેટ પર તિરંગો નથી લગાવતા. ધોની નું આ વિશેનું કહેવું છે કે વેકેટકીપિંગ ના સમયે ઘણીવાર હેલમેટ ને જમીન પર રાખવું પડે છે. એવું કરવાથી તિરંગાનું અપમાન થશે.

0 કેમેન્ટ અહી કરો: