આપણા ધર્મ ગ્રંથો માં દૈનિક જીવન માં જોડાયેલા કામ માટે ઘણા નિયમો કહેવામાં આવ્યા છે. જુના સમય માં આ નિયમોનું પાલન કરવું અન...

ભોજન કરતા સમયે આ નિયમોનું પાલન જરૂર થી કરવું જોઈએ             આપણા ધર્મ ગ્રંથો માં દૈનિક જીવન માં જોડાયેલા કામ માટે ઘણા નિયમો કહેવામાં આવ્યા છે. જુના સમય માં આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય માનવામાં આવતું હતું પરંતુ બદલતા સમય ની સાથે સાથે આ નિયમ પણ બદલાઈ ગયા છે. ભોજન ની સાથે જોડાયેલા થોડા નિયમો ભવિષ્ય પુરાણ માં પણ મળી રહે છે.

         ભોજન એ આપણા જીવનનું એક મહત્વ પૂર્ણ ભાગ છે. ભોજન કરવાથીજ આપણ ને શક્તિ મળી રહે છે. ઘણા લોકો ભોજન કરતા સમયે એવા કામ કરે છે જે ના કરવા જોઈએ. તેના લીધે અન્નનું અપમાન થાય છે. આજે આપણે ભોજન સાથે જોડાયેલા કેટલાક તે નિયમો વિષે જાણીશું.

એકવાર બેસીને પેટ ભરીને ભોજન કરવું જોઈએ. ભોજન દરમિયાન વારંવાર ઉભું થવું સારું માનવામાં નથી આવતું.

એકવાર મૂકી દીધેલું ભોજન ફરી ના ખાવું જોઈએ તેનાથી ઉમર માં ઘટાડો આવે છે અને વધુ માત્રા માં ભોજન ના કરવું જોઈએ.

ક્યારેય કોઈને એઠું ભોજન ના આપવું જોઈએ અને એઠું ભોજન ના ખાવું જોઈએ.

ભોજન દરમિયાન કેઈ ના જવું જોઈએ. જો ભોજન દરમિયાન જવાનું થાય તો થોડું પાણી જરૂર થી પીવું જોઈએ.

ભોજન હમેશા આનંદ થી લેવું જોઈએ. તેમાં રહી ગયેલી ખામી ને નકારવી ના જોઈએ.

0 કેમેન્ટ અહી કરો: