જૈન સ્ટાઇલ મગની દાળની ખીચડી એક સ્વાદિષ્ટ અને મોંમાં પાણી લાવનારી રેસીપી છે જેને તમે ઘરે સહેલાથી બનાવી શકો છો. જો તમારે વજન કંટ્રોલમાં ...

વજન રાખશે કંટ્રોલમાં, જૈન સ્ટાઇલમાં બનાવો મગ દાળની ખીચડી


જૈન સ્ટાઇલ મગની દાળની ખીચડી એક સ્વાદિષ્ટ અને મોંમાં પાણી લાવનારી રેસીપી છે જેને તમે ઘરે સહેલાથી બનાવી શકો છો. જો તમારે વજન કંટ્રોલમાં રાખવું છે અને સ્પાઇસી ખાવાનું વધારે પસંદ નથી તો એવામાં મગની દાળની ખીચડી એક બેસ્ટ ઓપ્શન છે. જૈન વાનગી માઇલ્ડ સ્પાઇસી અને હેલ્ધી હોય છે. જૈન વાનગીમાં ડુંગળી લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી. તમે સહેલાઇથી ડાયજેસ્ટ થનારી આ વાનગી ઘરે પણ બનાવી શકો છો.
સામગ્રી

1 કપ – લીલી મગની દાળ
1 ચમચી – હળદર
2 નંગ – લીલા મરચા
5 કપ – પાણી
2 કપ – ચોખા
2 સ્ટિક – તજ
1/2 ચમચી – હીંગ
1 ચમચી – કાળામરી
સ્વાદાનુસાર – મીઠુ
5 ચમચી – ઘી
બનાવવાની રીત

સૌ પ્રથમ મગની દાળની ખીચડી બનાવવા માટે મગની દાળ અને ચોખાને પાણમાં ધોઇ લો, તે બાદ અન્ય સામગ્રીને કલાક જેવું પાણીમાં પલાળીને રાખી દો. તેમજ દાળ અને ચોખાને પણ પલાળી રાખો. હવે તેમાથી વધારાનું પાણી નીકાળી લો. હવે એક કૂકર લો, તેમા દાળ અને ચોખા ધીમી આંચ પર રાખો અને કૂકરમાં લીલા મરચા, હળદર,હીંગ, કાળામરી, તજ અને મીઠુ ઉમેરી લો. આ દરેકને બરાબર મિક્સ કરી લો. હવે તેમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરી લો. કૂકરનું ઢાંકણ બંધ કરી લો અને 2 સીટી વાગે ત્યાં સુધી ચઢવા દો. હવે ગેસની આંચ બંધ કરી લો. હવે કૂકરનું ઢાંકણ ખોલો અને એક બાઉલમાં ખીચડી લો. તેમા ઉપરથી ઘી ઉમેરો. તૈયાર છે ગરમા ગરમ મગની દાળની ખીચડી..

0 કેમેન્ટ અહી કરો: